સુરતની શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીના શોષણ મામલે નવો ઘટસ્ફોટ થયો છે. 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જનાર આરોપી શિક્ષિકા માનસી નાઈ ગર્ભવતી હોવાનો ખુલાસો મેડિકલ ટેસ્ટમાં થયો છે. આરોપી માનસી નાઈને 20 અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવતા સનસની મચા જવા પામી છે. ત્યાં જ પોલીસે હાલમાં સગીર વિદ્યાર્થીને તેના પરિવારજનોને સોંપી દીધો છે અને આરોપી શિક્ષિકા વિરૂદ્ધ કાયાદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
સુરતમાં 23 વર્ષીય શિક્ષિકા દ્વારા 13 વર્ષીય સગીરનું શોષણ કરાયાના પોક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પુણા પોલીસે આરોપી શિક્ષિકાનાં 4 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે શિક્ષિકાના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, શિક્ષિકાના નિવેદનમાં જાણવા મળ્યું હતું કે, શિક્ષિકા દ્વારા આ વિદ્યાર્થીનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. હાલ તો આ નિવેદન આધારે વિદ્યાર્થી અને શિક્ષિકાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ પોકસો અને બીએનએસ કલમ 127 એડ કરી વધુ તપાસ હાલ ચાલી રહી છે.
પુણા પોલીસ દ્વારા શિક્ષિકા માનસી નાઇની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ શિક્ષિકા પુણાગામની હિન્દી વિદ્યાલયમાં બાળકોને અભ્યાસ કરાવતી હતી અને વિદ્યાર્થી પણ આ જ શાળામાં શિક્ષિકા પાસે અભ્યાસ કરતો હતો.
આ પણ વાંચો: હોમ લોન લઇ ઘર ખરીદવું કે ભાડાના મકાનમાં રહેવું? શેમાં વધુ ફાયદો થશે?
પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાર્થી આ શિક્ષિકા પાસે ટ્યૂશન લેવા માટે છેલ્લાં ત્રણ વર્ષથી જતો હતો અને જે બાદ શિક્ષિકા અને બાળક વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે આ દરમિયાન શિક્ષિકાએ વિદ્યાર્થીને પોતાના વશમાં કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેની સાથે સંબંધ બનાવ્યા હતા.
જોકે આરોપી શિક્ષિકા માનસી નાઈ વિદ્યાર્થીનું અપહરણ કરીને લઈ ગઈ હતી તે દરમિયાન તેણે વડોદરાની હોટેલમાં રાત્રિ રોકાણ કર્યું હતું. આ દરમિયાન આરોપી શિક્ષિકાએ વિદ્યાર્થી સાથે શરીર સંબંધ બનાવ્યા હતા. જોકે શિક્ષિકાના ગર્ભમાં રહેલ બાળક કોનું છે તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે અને ડીએનએ તપાસ કરવાની પણ તજવીજ હાથ ધરી છે.





