/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/iegujarati-launching.jpeg)
ઇન્ડિયન એક્સપ્રેસનું ગુજરાતી વેન્ચર લોન્ચ
ગુજરાતીઓને નિષ્પક્ષ અને સત્યસભર સમાચાર આપવાની નેમ સાથે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપનું વધુ એક સોપાન. હંમેશા નિડર અને નિષ્પક્ષ સમાચાર આપવામાં અગ્રેસર અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ હંમેશા વાચકોનું વિશ્વસનિય રહ્યું છે. હિંમતથી પત્રકારત્વની વિચારધારાને અનુસરતા ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દ્વારા ગુજરાતી વાચકો માટે ગુજરાતી ભાષામાં ઓનલાઇન ન્યૂઝ વેબસાઇટ www.gujarati.indianexpress.com નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે વાચકોને તટસ્થ, નિષ્પક્ષ અને સત્યસભર સમાચાર આપવા માટે હંમેશા કટિબધ્ધ છે. અનુભવી જર્નાલિસ્ટની ટીમ ગુજરાતની વિકાસ ગતિને વધુ વેગવંતી બનાવવા અને વાચકોને લેટેસ્ટ ન્યૂઝ, માહિતી અને ઘટનાઓથી અપડેટ રાખવા તેમજ વાચકોની જ્ઞાન જિજ્ઞાસા સંતોષવા સતત પ્રયત્નશીલ છે.
ગુજરાતને મળશે હવે નિષ્પક્ષ ખબર
ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપે રવિવારના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિની સાથે સાથે તેનું લેટેસ્ટ લેંગ્વેજ વેન્ચર ieGujarati.com લોન્ચ કર્યું. એક્સપ્રેસ ગ્રૂપની આ ચોથી પ્રાદેશિક ભાષાની વેબસાઇટ છે, જે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મલયાલમ, તમિલ અને બાંગ્લા શરૂ થયા પછી આવી રહી છે.
ieGujarati.com ઈન્ડિયન એક્સપ્રેસના ટ્રેડમાર્ક પત્રકારત્વને રાજ્યમાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેની અનોખી બ્રાન્ડ સંશોધનાત્મક અને સમજૂતીયુક્ત પત્રકારત્વ પર ધ્યાન કેન્દ્રિત કરશે. વેબસાઈટમાં નિયમિત કૉલમ્સ અને અન્ય શ્રેણીઓ દર્શાવવામાં આવશે જે ગુજરાતના વાચકોની જરૂરિયાતોને પૂરી કરશે. આ સાથે તેમને વિશ્વભરમાંથી બદલાતા મીડિયા ફોર્મેટનો સ્વાદ પણ પ્રદાન કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંદેશ
ieGujarati.comના લોન્ચિંગ સમય એક સંદેશમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે ડિજિટલ ડેટા બેઝ અને ઊંડું વિશ્લેષણ સમાચારમાં સ્વીકૃતિ અને વિશ્વાસને મજબૂત કરે તે જરૂરી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા ગુજરાતીમાં વેબ પોર્ટલ શરૂ કરવા અંગે ખુશી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી કે તે ગુજરાતના પ્રગતિશીલ રાજ્યને ન્યાયી અને હકારાત્મક રીતે રજૂ કરશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/CM-massage.jpg)
“દરેક ક્ષણે, માહિતીનો વ્યાપ અને વપરાશ મીડિયાના પ્રભાવ અને વિશ્વસનીયતાની કસોટી કરે છે. તે અનિવાર્ય છે કે ડિજિટલ ડેટાબેઝ અને ઊંડાણપૂર્વકનું મૂલ્યાંકન પૃષ્ઠભૂમિમાં સમાચારની સત્યતા, સુસંગતતા અને સ્વીકાર્યતાના ઘટકોને જાળવી રાખીને માધ્યમને મજબૂત બનાવે છે. મને જાણીને આનંદ થયો કે વર્ષોથી વંચાતા અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી ભાષામાં વેબ પોર્ટલ શરૂ કરી રહ્યું છે. હું પોર્ટલના પ્રારંભને શુભેચ્છાઓ સાથે આવકારું છું કે તે પ્રગતિશીલ ગુજરાતના વિવિધ પરિમાણોને સ્પષ્ટ, નિષ્પક્ષ અને સકારાત્મક રીતે રજૂ કરવામાં અસરકારક રહેશે,” CM પટેલે જણાવ્યું હતું.
એક્સપ્રેસ ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કાએ જણાવ્યું હતું કે “ઇન્ડિયન એક્સપ્રેસનો ગુજરાત અને ગુજરાતી ભાષા સાથે લાંબો સંબંધ છે. 1991માં ગુજરાતી આવૃત્તિ શરૂ કરનાર ફાઇનાન્શિયલ એક્સપ્રેસ એ પ્રથમ વ્યવસાયિક દૈનિક હતું અને રાજ્યભરમાંથી પ્રકાશિત કરવાનું ચાલુ રાખ્યું હતું. ઇન્ડિયન એક્સપ્રેસની વડોદરા અને અમદાવાદ બંને જગ્યાએ લોકપ્રિય આવૃત્તિઓ છે,”
ગોએન્કાએ વધુમાં ઉમેર્યું હતું કે “અમે અમારા સ્થાપક રામનાથ ગોએન્કાની નિર્ભય પત્રકારત્વની યોગ્ય શૈલીને રાજ્યમાં તેની પોતાની ભાષામાં લાવવા માટે ieGujarati.com શરૂ કરી રહ્યા છીએ, જે અનુભવી પત્રકારોની ટીમ દ્વારા સીધા અમદાવાદથી પ્રકાશિત થાય છે. અમે આ નવી સફર માટે ઉત્સાહિત છીએ, જે ગુજરાત અને રાષ્ટ્રની ચોક્કસ સમાચાર આવશ્યકતાઓને પૂરી કરવા માટે એક્સપ્રેસ ગ્રૂપ દ્વારા વધુ એક પ્રયાસ છે,"
ભારતના સૌથી જૂના મીડિયા ગૃહો પૈકીનું એક અને 90 વર્ષથી વધુના વારસા સાથે ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ વૈશ્વિક સ્તરે 200 મિલિયનથી વધુ ઓનલાઈન વાચકો સાથેની સૌથી મોટી ઓનલાઈન સમાચાર સંસ્થાઓ પૈકી એક છે. સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં દસ સ્થળોએથી ધ ઈન્ડિયન એક્સપ્રેસ પ્રકાશિત કરે છે, જ્યારે ફાઈનાન્સિયલ એક્સપ્રેસ દેશભરમાં બહુવિધ સ્થળોએ છાપવામાં આવે છે. લોકસત્તા લાંબા સમયથી મરાઠીમાં સૌથી મોટા અખબારો અને વેબસાઇટ્સમાંનું એક છે, જ્યારે જનસત્તા હવે હિન્દીમાં સૌથી ઝડપથી વિકસતું ઓનલાઈન પ્લેયર છે. IeGujarati.com ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ રહેશે.
ieGujarati.comના લોંચિંગ થવાની સાથે ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ હવે અંગ્રેજી અને ભારતની છ પ્રાદેશિક ભાષા મરાઠી ભાષામાં લોકસત્તા, હિન્દી ભાષામાં જનસત્તા, IeMalayalam, IeTamil, IeBangla and IeGujarati ઉપલબ્ધ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us