scorecardresearch

TMCના પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે ધરપકડ કરી, મોરબી કેબલ બ્રિજ પર અફવા ફેલાવવાનો આરોપ

ગુજરાત પોલીસે રાજસ્થાનના જયપુર એરપોર્ટથી ધરપકડ કરી, સાકેત ગોખલેની ધરપકડની જાણકારી ટીએમસીના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયને આપી

TMCના પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે ધરપકડ કરી, મોરબી કેબલ બ્રિજ પર અફવા ફેલાવવાનો આરોપ
તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સાકેત ગોખલેની ગુજરાત પોલીસે ધરપકડ કરી (તસવીર – Facebook/Saket Gokhale)

Saket Gokhale arrested by Gujarat Police: તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સાકેત ગોખલેની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત પોલીસે રાજસ્થાનના જયપુર એરપોર્ટથી ધરપકડ કરી છે. સાકેત ગોખલેની ધરપકડની જાણકારી ટીએમસીના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયને આપી છે. સાકેત ગોખલે પર મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના (Morbi Bridge Collapse) દરમિયાન પીએમ નરેન્દ્ર વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ છે.

મારી ધરપકડ કરી જ્યારે ઓરેવાના માલિક છુટા છે – સાકેત

સાકેત ગોખલેને અમદાવાદ કોર્ટ લઇ જવામાં આવ્યો હતો. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ વિડંબના છે કે એક પૂલ દુર્ઘટના પછી પીએમ મોદીની મોરબી યાત્રા પર કરેલા એક ટ્વિટ માટે તેની ધરપકડ કરવામાં આવી જ્યારે ઓરેવાના માલિક છુટા છે.

ડેરેન ઓ બ્રાયને આપી ધરપકડની જાણકારી

ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેન ઓ બ્રાયને સાકેતની ધરપકડની જાણકારી આપી હતી. તેમણે ટ્વિટ કર્યું કે સોમવારે સાકેતે નવી દિલ્હીથી જયપુર માટે રાત્રે 9 કલાકે ફ્લાઇટ લીધી હતી. જ્યારે તે ઉતર્યો તો ગુજરાત પોલીસ રાજસ્થાનના એરપોર્ટ પર તેની રાહ જોઈ રહી હતી અને મંગળવારે સવારે 2 કલાકે ઉઠાવી લીધો હતો. તેણે પોતાની માતાને ફોન કર્યો અને જણાવ્યું કે તેને અમદાવાદ લઇ જવામાં આવી રહ્યો છે અને તે બપોર સુધી અમદાવાદ પહોંચી જશે. પોલીસે સાકેતને બે મિનિટનો ફોન કોલ કરવા દીધો અને પછી તેનો ફોન અને બધો સામાન જપ્ત કરી લીધો હતો.

ડેરેક ઓ બ્રાયને આગળ લખ્યું કે મોરબી પુલ દુર્ઘટના પર સાકેત ગોખલેના ટ્વિટ વિશે અમદાવાદ સાઇબર સેલમાં એક મામલો નોંધાયો હતો. આ બધું તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષને ચુપ કરી શકશે નહીં. ભાજપા રાજનીતિક પ્રતિશોધને બીજા સ્તર પર લઇ જઈ રહી છે.

આ પણ વાંચો – હિન્દુઓ પર વિવાદિત નિવેદન બદલ AIUDF ચીફ બદરુદ્દીન અજમલે માફી માંગી, ગુજરાત ચૂંટણી સાથે જોડીને TMCનો હંગામો

સાકેત ગોખલેએ કર્યો હતો આવો દાવો

સાકેત ગોખલેએ 1 ડિસેમ્બરે દાવો કર્યો હતો કે મોરબી પુલ દુર્ઘટના પછી ગુજરાતમાં પીએમ મોદીના મોરબી પ્રવાસની વ્યવસ્થા પર 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. આ માટે સાકેત ગોખલેએ એક ગુજરાતી અખબારનું કટઆઉટ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું, જેમાં આરટીઆઈના હવાલાથી દાવો કરવામાં આવ્યો કે પીએમ મોદીની મોરબી યાત્રા માટે થોડાક કલાકો માટે 30 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આને લઇને સાકેત ગોખલે પર કેસ નોંધાયો હતો અને તેના પર ખોટી જાણકારી ફેલાવવાનો આરોપ છે.

સાકેત ગોખલેએ દાવો કર્યો હતો કે પીએમ મોદીના સ્વાગત માટે ફોટોગ્રાફી પર 5.5 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. તેમણે એ પણ કહ્યું હતું કે પીએમનું ઇવેન્ટ મેનજમેન્ટ 135 લોકોના જીવનથી વધારે છે.

Web Title: Tmc spokesperson saket gokhale arrested by gujarat police over morbi bridge collapse tweet

Best of Express