Today Weather Gujarat rain, 17 July 2025 : ગુજરાતમાં જુલાઈ મહિનો અડધો થયો છે ત્યારે ચોમાસાની ગતિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એવું લાગે છે કે ગુજરાતમાં વરસાદે મોટો વિરામ લીધો છે. મેઘરાજા આરામ મોડ ઉપર જતા રહ્યા છે. કારણ કે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદ પડવાની માત્રા અને વિસ્તારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો 13 તાલુકા સિવાય આખું ગુજરાત કોરું ધાકોર રહ્યું છે.
24 કલાકમાં 13 તાલુકામાં વરસાદ, સૌથી વધું વઢવાણમાં 1.18 ઈંચ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 16 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 17 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 13 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો.
આખું ગુજરાત કોરું ધાકોર
SEOC દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 13 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એમાં પણ એક જ તાલુકામાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે સુરેન્દ્રનગરના થાનગઢમાં 0.67 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય બાકીના તાલુકામાં પુરો અડધો ઈંચ પણ વરસાદ પડ્યો નથી. આ 13 તાલુકા સિવાય આખું ગુજરાત કોરું ધાકોર રહ્યું હતું.
13 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
જિલ્લો | તાલુકો | વરસાદ ઈંચમાં |
સુરેન્દ્રનગર | વઢવાણ | 1.18 |
સુરેન્દ્રનગર | થાનગઢ | 0.67 |
પંચમહાલ | ગોધરા | 0.35 |
દાહોદ | દાહોદ | 0.031 |
તાપી | કુકરમુંદા | 0.24 |
છોટા ઉદેપુર | નસવાડી | 0.2 |
તાપી | વ્યારા | 0.12 |
દાહોદ | ગરબાડા | 0.1 |
સુરત | બારડોલી | 0.08 |
બોટાદ | રાનપુર | 0.08 |
સુરત | ચોરાસી | 0.08 |
સાબરકાંઠા | ઈડર | 0.04 |
સુરત | માંડવી | 0.04 |
આ પણ વાંચોઃ- સુરતમાં ખાડા અને ટ્રાફિક જામ સામે AI ટેક્નોલોજીનો અદભૂત ઉપયોગ, જાણો કેવી રીતે કરે છે કામ
આ વિસ્તારોમાં પવન અને વીજળી સાથે વરસાદ પડશે
હવામાન વિભાગ પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે.