Today Weather Gujarat rain, 16 July 2025 : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા ફરી આરામ મોડમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં વરસાદ પડવાનો વિસ્તાર લગભગ અડધો થયો છે. અને વરસાદ પડવાની માત્રામાં પણ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો કુલ 62 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે મહિસાગર જિલ્લાના કડાણામાં 2.82 ઈંચ પડ્યો હતો.
57 તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 15 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 16 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 62 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં 57 તાલુકા એવા છે જ્યાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
પાંચ તાલુકામાં 1 અને 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
વરસાદના મળતા આંકડા પ્રમાણે ગુજરાતમાં 24 કલાકમાં 62 તાલુકા પૈકી પાંચ તાલુકા એવા છે જેમાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધાર વરસાદ મહિસાગરના કડાણા તાલુકામાં 2.83 ઈંચ નોંધાયો હતો. જ્યારે બનાસકાંઠાના પાલનપુરમાં 2.20 ઈંચ, નવસારીના વાંસદામાં 1.46 ઈંચ, મહિસાગરના લુણાવાડામાં 1.42 ઈંચ અને બનાસકાંઠાના દાંતામાં 1.14 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ક્યાં કેટલો વરસાદ નોંધાયો જુઓ પીડીએફ
બે દિવસમાં વરસાદ પડવાનો વિસ્તાર 50 ટકા જેટલો ઘટ્યો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે બુધવારે છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચોઃ- શૌચાલયમાં બેસીને સુનાવણીમાં જોડાયો હતો વ્યક્તિ, હવે ગુજરાત હાઈકોર્ટે ફટકાર્યો મસમોટો દંડ
જોકે, મંગળવારે થતાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આંકડા જોતા કહી શકાય કે વરસાદ પડવાના વિસ્તારમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે.