Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં અત્યારે વરસાદ સ્લિપિંગ મોડમાં આવી ગયો છે. રાજ્યમાં વરસાદ એકદમ ઓછો થઈ ગયો છે. આંગળીના વેઢે ગણાય એટલા જ તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડે છે. ત્યારે હવામાન વિભાગે આજે રક્ષાબંધનના દિવસે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. જોકે, હવામાન વિભાગ પ્રમાણે 15 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થવાની શક્યતાઓ પણ સેવી છે.
આજે રક્ષાબંધન પર ગુજરાતમાં કેવો રહેશે વરસાદ
હવામાન વિભાગ પ્રમાણે આજે 9 ઓગસ્ટ 2025, શનિવાર રક્ષાબંધનના દિવસ માટે છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લીમાં હળવો વરસાદ પડશે.
તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.
આઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડશે.
15 ઓગસ્ટ બાદ ભારે વરસાદની આગાહી
ચોમાસામાં અત્યારે મેઘાની એકદમ ધીમી ગતિ ચાલે છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 ઓગસ્ટ બાદ વરસાદનું જોર વધશે એટલે કે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરું થશે. 15 ઓગસ્ટ બાદ ભારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી શકે તેમ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિબાગના મોડલ મુજબ ગુજરાતમાં 15 ઓગસ્ટ પહેલા મધ્યમ અને 15 ઓગસ્ટ બાદ ભારે સાર્વત્રિક વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ- SMC Bharti 2025 : સુરતમાં શિક્ષકની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાચો બધી જ માહિતી
અમદાવાદમાં કેવું રહેશે હવામાન?
હવામાનની માહિતી આપતી વેબસાઈટ આજે શનિવારના દિવસે અમદાવાદના આકાશમાં 88 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. વરસાદની શક્યતાઓ એકદમ સાવ નહિંવત છે. આ ઉપરાત શહેરમાં પવનની ગતિ 113 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સાંજ પડે ઉકળાટ પણ થાય છે.