Gujarat Weather News, Cold Wave in Gujarat, January 05 : ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો પારો ગગડતો જાય છે. ત્યારે ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં એક ડિગ્રી જેટલું તાપમાન ગગડ્યું છે. ગુજરાતમાં નલિયા સૌથી ઠંડું શહેર બન્યું છે. બુધવારે નલિયાનું તાપમાન 8.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ઓખામાં સૌથી વધારે તાપમાન 19.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઠંડીનો પારો ગગડતા ગુજરાતના લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. વહેલી સવારે ઠંડીનો જોરદાર ચમકારો પણ અનુભવાય છે. ત્યારે ઠંડા પવનનો ફૂંકાતા કડકતી ઠંડીનો અહેસાસ પણ થાય છે. ગુજરાતમાં ગુરુવાર વહેલી સવારે ક્યાંક ક્યાં ધુમ્મસ પણ જોવા મળ્યું હતું.
અમદાવાદ શહેરમાં એક ડિગ્રી તાપમાન ગગડ્યું
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. છેલ્લા બે દિવસથી ઠંડી વધારે પડી રહી છે. શહેરમાં બુધવારે એક ડિગ્રી જેટલું તાપમાન ગગડ્યું હતું. મંગળવારે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે બુધવારે શહેરનું તાપમાન 12.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં સરેરાશ 10 ડિગ્રીથી 14 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું.
બુધવારે ગુજરાતમાં કેવી પડી ઠંડી?
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 24.1 | 12.1 |
ડીસા | 23.5 | 10.6 |
ગાંધીનગર | 23.9 | 9.4 |
વલ્લભ વિદ્યાનગર | 25.8 | 11.0 |
વડોદરા | 26.2 | 11.6 |
સુરત | 27.0 | 14.6 |
વલસાડ | 29.5 | 13.5 |
દમણ | 28.4 | 16.0 |
ભુજ | 24.4 | 11.2 |
નલિયા | 25.0 | 8.1 |
કંડલા પોર્ટ | 27.8 | 13.7 |
કંડલા એરપોર્ટ | 24.4 | 10.4 |
ભાવનગર | 23.4 | 15.8 |
દ્વારકા | 25.0 | 16.8 |
ઓખા | 24.2 | 19.4 |
પોરબંદર | 26.1 | 16.0 |
રાજકોટ | 24.7 | 12.5 |
વેરાવળ | 27.0 | 15.6 |
દીવ | 27.0 | 14.3 |
સુરેન્દ્રનગર | 25.0 | 11.2 |
મહુવા | 00 | 13.5 |
ઉત્તર અને મધ્ય ભારતમાં ધુમ્મસ
હવામાન વિભાગના અધિકારી આરકે જેનામાનીએ જણાવ્યું હતું કે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટીને 200 મીટર થઈ ગઈ હતી, જેના કારણે રોડ અને રેલ પરિવહનને અસર થઈ હતી. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અધિકારીએ ભારત-ગંગાના મેદાનો અને તેની નજીકના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ધુમ્મસના જાડા પડને દર્શાવતી સેટેલાઇટ છબીઓ શેર કરી છે. જેનામાનીએ કહ્યું કે ભારતના ઉત્તર અને મધ્ય ભાગોમાં ધુમ્મસ છે, સૂર્યના કિરણો નથી આવી રહ્યા, જેના કારણે વિવિધ સ્થળોએ ઠંડીનો દિવસ અથવા તીવ્ર ઠંડી છે. દિલ્હીમાં ઘણી જગ્યાએ શીત લહેર નોંધાઈ હતી.
આ પણ વાંચોઃ- 5 જાન્યુઆરીનો ઇતિહાસ : પ્રેમનું પ્રતિક ‘તાજમહેલ’ બનાવનાર મુઘલ બાદશાહ શારજહાંનો જન્મદિન
ઉત્તર પશ્ચિમ ભારતમાં તીવ્ર ઠંડી
હવામાન વિભાગ પ્રમાણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને આસપાસના વિસ્તારો, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ઠંડી અને ધુમ્મસને લઈને આગામી ત્રણ દિવસ માટે નારંગી ચેતવણી જારી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 7 જાન્યુઆરીએ તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આગમન સાથે હવામાન ફરી એકવાર પલટાઈ જશે અને ઠંડીથી રાહત મળશે. નવા વર્ષમાં થોડા દિવસોની રાહત આપ્યા બાદ ઉત્તર પશ્ચિમ ભારતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જેનમણીએ જણાવ્યું હતું કે દેશના કેટલાક પર્વતીય ભાગો સહિત સમગ્ર ગંગા ક્ષેત્રને દોઢ કિલોમીટર જાડી ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. તેમણે કહ્યું કે ધુમ્મસની તીવ્રતા પંજાબમાં સૌથી વધુ હતી જ્યાં ત્રણ દિવસ સુધી દિવસના 15 થી 18 કલાક ગાઢ ધુમ્મસની પકડમાં રહે છે.