Gujarat Winter : ગુજરાતમાં શિયાળાની દસ્તક, અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો

Gujarat winter Weather Forecast Update Today in Gujarati: અમદાવાદ સહિત રાજ્યના મોટભાગના શહેરોમાં તાપમાનમાં 1-2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. વહેલી સવારે અને સમી સાંજે ઠંડકનો અહેસાસ થવા લાગ્યો છે.

Written by Ankit Patel
October 13, 2025 06:20 IST
Gujarat Winter : ગુજરાતમાં શિયાળાની દસ્તક, અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો
ગુજરાતમાં શિયાળાની દસ્તક - Express photo

Gujarat winter Today Weather, Aaj Nu Havaman : ગુજરાતમાં શિયાળાની દસ્તક થઈ ચુકી છે. રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટભાગના શહેરોમાં તાપમાનમાં 1-2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. વહેલી સવારે અને સમી સાંજે ઠંડકનો અહેસાસ થવા લાગ્યો છે. આગામી દિવસોમાં હજી પણ વધારે ઠંડી પડવાના એંધાણ પણ છે.

ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રવિવારના રોજ રાજ્યમાં મોટભાગના રાજ્યમાં 1-2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં લઘુતમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું હતું. મહુવામાં 18.1 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જ્યારે નલિયામાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું.

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી તાપમાન ઘટ્યું

અમદાવાદ તાપમાનની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શહેરમાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે સમી સાંજે પણ ઠંડીનો અહેસાસ થાય છે. આગામી દિવસોમાં લોકોએ સ્વેટર પહેરવા મજબૂર બનશે.

તાપમાનમાં થશે ઘટાડો

હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે, જેના કારણે વૃદ્ધો અને બાળકોમાં શરદી અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળી શકે છે. તેથી, આ ફેરફાર દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. હવામાન વિભાગે દિવાળી સુધી વરસાદ નહીં પડવાની આગાહી કરી છે. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં શિયાળો તેના પૂર્ણ રૂપ સુધી પહોંચી શકે છે.

ઉત્તર ભારતમાં પણ તાપમાન ઘટશે

ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ તાપમાન ઘટવાનું શરૂ થઈ ગયું છે. ઘણા વિસ્તારોમાં સવારના ઝાકળ અને હળવું ધુમ્મસ જોવા મળ્યું છે. દરમિયાન, હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીર જેવા પર્વતીય રાજ્યોમાં લઘુત્તમ તાપમાન પહેલાથી જ 10 ડિગ્રીથી નીચે આવી ગયું છે.

આ પણ વાંચોઃ- Mera Desh Pehle : PM મોદીની રાષ્ટ્ર ભાવના રજૂ કરતો ‘મેરા દેશ પહેલે’ કાર્યક્રમ ગિફ્ટ સિટીમાં યોજાયો, CM સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

હવામાનમાં આ ફેરફાર શિયાળાના આગમનનો સંકેત આપે છે. નિષ્ણાતો કહે છે કે આ વર્ષે શિયાળો સામાન્ય કરતાં થોડો વહેલો આવી શકે છે, અને ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયાથી ઠંડા પવનો તીવ્ર બનશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ