Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: નવરાત્રીનો તહેવાર અડધો પુરો થયો છે. ત્યારે હજી પણ નવરાત્રીના માથે વરસાદી સંકટ મંડરાઈ રહ્યું છે. જોકે, છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદ એકદમ ધીમો થવાના કારણે ક્યાંક ક્યાંક વરસાદી છાંટા પડ્યા હતો. જેથી ખેલૈયાઓમાં ખુશીનો માહોલ હતો અને મન મુકીને ગરબે ઝુમી રહ્યા છે. જોકે, રવિવારના દિવસથી રાજ્યમાં 5 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
હવામાન વિભાગની આજની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 27 સપ્ટેમ્બરે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંહમહાલ, દાહોદ,મહિસાગર, વડોદરા,છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલલાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
રવિવારે માટે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે રવિવાર, 28 સપ્ટેમ્બરે નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા,અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસગારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, ન્રમદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.
આ પણ વાંચોઃ- ગાંધીનગરમાં ‘વોટ્સએપ સ્ટેટસ’ પર ‘કોમી’ સંઘર્ષ હિંસક બન્યા બાદ 70 થી વધુ લોકોની અટકાયત
અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન?
હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 27સપ્ટેમ્બર 2025, શનિવારના દિવસે અમદાવાદના આકાશમાં 45 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. જોકે, આજે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા નહીંવત છે. અમદાવાદમાં પવનની ગતિ 8 કિલોમીટર પ્રતિ કિલોમીટર રહેશે.