Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં એક તરફ નવરાત્રી જામી છે તો બીજી તરફ વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો હતો. રવિવારના રોજ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી. રવિવારના દિવસે મોટાભાગના ગરબા આયોજકોએ ગરબા બંધ રાખવાની ફરજ પડી હતી. જેના પગલે ખેલૈયાઓ નારાજ થયા હતા. તો બીજી તરફ હવામાન વિભાગે હજી પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે આઠમા નોરતા માટે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ચાર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.
આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગ પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આગાહી પ્રમાણે આજે સોમવારના દિવસે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતના અહીં પડશે છૂટો છવાયો વરસાદ
હવામાન વિભાગે આજે સોમવાર માટે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
આ પણ વાંચોઃ- અમરેલી એરપોર્ટ પર વિમાન રનવે પરથી લપસી ગયું, લેન્ડિંગ કરતી વખતે થયો અકસ્માત
આજે અમદાવાદમાં કેવો રહેશે વરસાદ
હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 29 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદ માટે આગાહી કરી છે. આજે અમદાવાદના આકાશમાં 76 ટકા વદળો ઘેરાયેલા રહેશે. અમદાવાદમાં આજે 1.2 એમએમ વરસાદ પડવાની શક્યતા છે. પવનની ગતિ 9 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે.