Today Weather, Aaj Nu Havaman : દેશના ઉત્તર ભાગમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે. જેની અસર ગુજરાત ઉપર પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નજીક પહોંચ્યું છે. ત્યારે દક્ષિણ ભાગમાં વરસાદ અને વાવાઝોડાએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે.
હવામાન વિભાગે 18 નવેમ્બર માટે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ચેન્નાઈ અને આસપાસના અનેક જિલ્લાઓમાં આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે.
કાતિ ઠંડીમાં ગુજરાત ઠુંઠવાયું, નલિયામાં 10.8 ડિગ્રી નોંધાયું
ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે આકરો બનતો જાય છે. રાજ્યમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નજીક પહોંચ્યું છે. 10.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી નજીક ઉતર્યુ્ં છે. તો અહીં જુઓ ક્યાં કેટલું તાપમાન નોંધાયું.
| શહેર | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 14.8 |
| ડિસા | 13.6 |
| ગાંધીનગર | 12.8 |
| વિદ્યાનગર | 16.0 |
| વડોદરા | 12.4 |
| સુરત | 19.4 |
| દમણ | 18.2 |
| ભૂજ | 15.2 |
| નલિયા | 10.8 |
| કંડલા પોર્ટ | 16.1 |
| કંડલા એરપોર્ટ | 12.2 |
| અમરેલી | 11.4 |
| ભાવનગર | 15.9 |
| દ્વારકા | 19.5 |
| ઓખા | 22.7 |
| પોરબંદર | 14.0 |
| રાજકોટ | 14.0 |
| વેરાવળ | 19.1 |
| દીવ | 15.6 |
| સુરેન્દ્રનગર | 16.5 |
| મહુવા | 15.6 |
| કેશોદ | 14.3 |
દિલ્હીમાં હવામાન કેવું રહેશે?
આજે 18 નવેમ્બરથી દિલ્હીના તમામ વિસ્તારોમાં તીવ્ર ઠંડીનો પ્રકોપ આવવાની શક્યતા છે. સવાર અને સાંજના સમયે લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. આરોગ્ય સંભાળ મહત્વપૂર્ણ રહેશે. મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચશે.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષાની ચેતવણી
હવામાન વિભાગ અનુસાર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ઠંડા પવનો સાથે ભારે બરફવર્ષાની સંભાવના છે. 18 નવેમ્બરથી તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન લોકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં હવામાન કેવું રહેશે?
આજે 18 નવેમ્બરથી ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીનો અનુભવ થવાની સંભાવના છે. કાનપુર, બારાબંકી, ઇટાવા, લખનૌ અને પ્રયાગરાજમાં સવારે જોરદાર પવન ફૂંકાશે. બાળકો અને વૃદ્ધોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. 17 નવેમ્બરે લખનૌમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી સેલ્સિયસ રહેશે.
આ પણ વાંચોઃ- ભાવનગરમાં પત્ની અને બે બાળકોની હત્યા; ક્વાર્ટર્સ બહાર લાશો ‘દફનાવી’, ગુજરાતના વન અધિકારીની ધરપકડ
બિહારમાં હવામાન કેવું રહેશે?
હવામાન વિભાગ અનુસાર 18 નવેમ્બરથી બિહારમાં પારો ઝડપથી ઘટશે અને સવારે ઠંડીનો અનુભવ થઈ શકે છે. સીમાંચલ પ્રદેશના અનેક જિલ્લાઓ, જેમાં પટણા, ભોજપુર, સિવાન, ગયા, મધુબની અને પૂર્ણિયાનો સમાવેશ થાય છે, ઠંડીનો અનુભવ થશે.





