Weather Updates in Gujarati, IMD Weather Forecast: ઉત્તર ભારતમાં પડે રહેલી ઠંડીના પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જોકે, એક તબક્કે 8 ડિગ્રી સુધી પહોંચેલો ઠંડીનો પારો હવે 14 ડિગ્રીની આસપાસ રહ્યો છે. ગુરુવારે ગુજરાતમાં તાપમાન 14 ડિગ્રીથી લઈને 21.4 સુધી નોંધાયું હતું. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં શુક્રવારે વહેલી સવારે ઘાઢ ધુમ્મસની ચાદર છવાયેલી રહી હતી.
આજનું હવામાન : નલિયા ઠંડુગાર તો દ્વારકા ગરમ શહેર
ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે ગુજરાતમાં ઠંડી એકંદરે નહિવત રહી હતી. ગુરુવારે ગુજરાતમાં તાપમાન 14 ડિગ્રીથી લઈને 21.4 સુધી નોંધાયું હતું. નલિયા 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જોકે, 21.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગુજરાતનું ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે 18 ડિગ્રી અને 16.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
આજનું હવામાન : ગુરુવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 29.7 | 18.0 |
ડીસા | 30.2 | 16.8 |
ગાંધીનગર | 29.6 | 16.5 |
વલ્લભ વિદ્યાનગર | 29.1 | 16.2 |
વડોદરા | 30.4 | 17.0 |
સુરત | 30.4 | 18.7 |
વલસાડ | 31.2 | 15.0 |
દમણ | 28.6 | 17.6 |
ભુજ | 32.6 | 17.3 |
નલિયા | 30.2 | 14.0 |
કંડલા પોર્ટ | 29.0 | 18.3 |
કંડલા એરપોર્ટ | 31.4 | 15.4 |
ભાવનગર | 29.0 | 19.8 |
દ્વારકા | 27.8 | 21.4 |
ઓખા | 28.5 | 20.4 |
પોરબંદર | 29.6 | 17.0 |
રાજકોટ | 31.2 | 17.8 |
વેરાવળ | 29.2 | 20.0 |
દીવ | 28.0 | 17.6 |
સુરેન્દ્રનગર | 30.3 | 18.5 |
મહુવા | 30.0 | 16.9 |
આજનું હવામાન : દિલ્હી એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ
આજે પણ ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલી વધી છે. દિલ્હી એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છે. IMD દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે સવારે 5.30 વાગ્યે દેશની રાજધાની નવી દિલ્હીના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું, આ સિવાય હરિયાણા, રાજસ્થાન, પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ઓડિશાને ધુમ્મસના પ્રકોપનો સામનો કરવો પડ્યો હતો.

આજનું હવામાન : સાઇબિરીયાનો પવન શીત લહેરનું કારણ છે
ઉત્તર ભારતમાં ચાલી રહેલી શીત લહેર સાઈબેરિયાથી આવતી ઠંડી અને સૂકી હવાનું પરિણામ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER, મોહાલી), મોહાલીના અભ્યાસમાં આ હકીકત સામે આવી છે. યુરેશિયાના ઉત્તર-પૂર્વીય ભાગ પર ઠંડી અને સૂકી હવાના સંચયને ‘સાઇબેરીયન હાઇ’ કહેવામાં આવે છે, જેના પરિણામે શીત લહેરોની સ્થિતિ સર્જાય છે. નવેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે ‘સાઇબેરીયન હાઇ’ સ્થિતિ જોવા મળે છે. આ અભ્યાસ ‘વેધર એન્ડ ક્લાઈમેટ એક્સ્ટ્રીમ્સ’ જર્નલમાં પ્રકાશિત થયો છે.
અભ્યાસ અનુસાર, ‘સાઇબેરીયન હાઇ’ની અસર ઉચ્ચ-અક્ષાંશ હવામાન પેટર્નથી વધી હતી, જેને ‘વાતાવરણ અવરોધ’ તરીકે ઓળખવામાં આવે છે. આ કારણે તીવ્ર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને શીત લહેર છે. IISER મોહાલીના કેએસ અથિરા અને બ્રાઝિલની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ રિસર્ચના વી બ્રહ્માનંદ રાવ પણ અભ્યાસમાં સામેલ હતા. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આ વર્ષે ‘વાતાવરણ અવરોધ’ને કારણે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડા પવનોની તીવ્રતા વધુ વધી હતી.