સુરતની કાપડ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું, આગની જ્વાળાઓ દૂર દૂર સુધી ફેલાઈ, 2 લોકોના મોત

સોમવારે સાંજે સુરતમાં એક મોટી દુર્ઘટના બની હતી. સુરતના પલસાણામાં આવેલી સંતોષ ડાઇંગ મિલમાં બોઈલર ફાટવાથી 2 કામદારોના મોત થયા હતા. આગને કારણે 22 કામદારો દાઝી ગયા છે. જેમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ છે.

Written by Rakesh Parmar
September 01, 2025 20:46 IST
સુરતની કાપડ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું, આગની જ્વાળાઓ દૂર દૂર સુધી ફેલાઈ, 2 લોકોના મોત
આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. (તસવીર: સોશિયલ મીડિયા)

સોમવારે સાંજે સુરતમાં એક મોટી દુર્ઘટના બની હતી. સુરતના પલસાણામાં આવેલી સંતોષ ડાઇંગ મિલમાં બોઈલર ફાટવાથી 2 કામદારોના મોત થયા હતા. આગને કારણે 22 કામદારો દાઝી ગયા છે. જેમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ છે. સુરત ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલ કામદારોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.

આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ

ફેક્ટરીમાં મોટી સંખ્યામાં કામદારો દાજી ગયા હતા, જેઓ પીડાથી કણસતા હતા. સાથી કામદારો તેમને મદદ કરવામાં વ્યસ્ત હતા. બોઈલર ફાટ્યા પછી આકાશમાં કાળા ધુમાડાના વાદળોથી ઢંકાઈ ગયું હતું. આકાશમાં આગની ઉંચી જ્વાળાઓ દૂરથી દેખાતી હતી.

સંતોષ ટેક્સટાઇલમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરી રહ્યા હતા

સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં બોઈલર ફાટ્યું ત્યારે મોટી સંખ્યામાં કામદારો કામ કરી રહ્યા હતા. બોઈલર ફાટ્યા બાદ દોડધામ મચી ગઈ હતી. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ફાયર વિભાગ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ફસાયેલા કામદારોને બહાર કાઢવામાં આવી રહ્યા છે

ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. પ્રારંભિક માહિતી અનુસાર, લગભગ 10 થી 15 લોકોને દાઝી જવાની ઇજાઓ થઈ છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ