Vadoara Accident : વડોદરામાં લાલબાગ બ્રિજ પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવી કાર ફૂટપાથ પર ચઢાવી દીધી, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
વડોદરાના લાલબાગ બ્રિજથી રાજમહેલ રોડ તરફ જવાના રસ્તા પર કાશિવિશ્વનાથ મંદિર પાસે મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા શ્રમિક માટે કાળ બનીને આવી. કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો અને કાર ડિવાઈડર પર ચઢી ગઈ. આ અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
શહેરના લાલબાગ બ્રિજ પાસે મોડી રાત્રે 11 વાગ્યા આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં કાર ડિવાઈડર પર ચઢી ગઈ અને ઝાડ સાથે ટકરાઈ હતી. આ સમયે ડિવાઈડર પર તાડપતરી બાંધી સૂતેલા એક વ્યક્તિ પર ગંભીર રતે ગાડી ફરી વળી, તો અન્ય એક શક્સ પણ કારની ટક્કરમાં આવી ગયો. કાર ડિવાઈડર પર ફૂલ સ્પીડ સાથે સીધી ઝાડ સાથે ટકરાઈ હતી.
આ અકસ્માતમાં કાર ચાલક પર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ રાહદારીઓએ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને કાર ચાલક અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, એકનું મોત નિપજ્યું છે. બે ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો – Surat Building Collapsed Updates : સુરત બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી સાત થયો, રેસક્યુ ચાલુ
પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે, રાત્રે 11 વાગ્યાની આસપાસ કોલ આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકનું નામ અંકુર સંતોષ નિમ્બાકર હોવાનું સામે આવ્યું છે. કાર ઝાડ સાથે ટકરાતા તે પમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.





