વડોદરા શહેર પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT), જે ગુરુવારના બોટ અકસ્માતની તપાસ કરી રહી છે, જેમાં 12 શાળાના બાળકો અને બે શિક્ષકોના મોત થયા હતા, હરણીમાં મોટનાથ તળાવ ખાતે તળાવ વિસ્તારમાં શનિવારે કથિત રીતે રોજનુ કામ કરતા બે અન્ય વ્યક્તિ પર કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય, વડોદરાની સ્થાનિક અદાલતે ધરપકડ કરાયેલા છ આરોપીઓને 25મી જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યા સુધી પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
પોલીસે જેમની સામે ગુનો નોંધ્યો છે તેમની ઓળખ પરેશ શાહ અને નિલેશ જૈન તરીકે કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમાંથી એક કંપની ચલાવતો હતો, જે તળાવ ઝોનમાં બોટિંગ સેવાઓનું સંચાલન કરતી હતી – એવી સુવિધાઓમાં જેમાં બોટ સવારી, ફૂડ કોર્ટ, બેન્ક્વેટ હોલ અને અન્ય સુવિધાઓનો પણ સમાવેશ થાય છે – અને તેઓએ એવા લોકોને બોટ પર સહાયક તરીકે નોકરીએ રાખ્યા, જેમને તરતા પણ નહોતુ આવડતુ”.
વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, ટીમ જે દસ્તાવેજી પુરાવા એકત્ર કરી રહી છે, તેને “સુરક્ષિત” કરવા માટે SIT એ વિશેષ સરકારી વકીલની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા છ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું છે કે, બે વ્યક્તિઓ – પરેશ શાહ અને નિલેશ જૈન – દૈનિક ધોરણે તળાવ ઝોનમાં પ્રવૃત્તિઓનું સંચાલન કરતા હતા. કોટિયા પ્રોજેક્ટ્સના ડિરેક્ટરોની યાદીમાં, જેમને લેક ઝોનના નવીનીકરણ અને કામગીરી માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા કરાર આપવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, નિલેશ જૈન ડોલ્ફિન એન્ટરટેઈનમેન્ટ એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક નામની કંપની ચલાવતા હતા અને કોટિયા પ્રોજેક્ટ્સ દ્વારા લેક ઝોનમાં બોટિંગ સેવાઓ ચલાવવા માટે તેમની નિમણૂક કરવામાં આવી હતી.
પોલીસે શુક્રવારે કોટિયા પ્રોજેક્ટ્સના ત્રણ ભાગીદારો ભીમસિંહ યાદવ, વેદપ્રકાશ યાદવ અને રશ્મિકાંત પ્રજાપતિ સહિત છ લોકોની ધરપકડ કરી હતી. શુક્રવારે ધરપકડ કરાયેલા અન્ય લોકોમાં લેક ઝોન મેનેજર શાંતિલાલ સોલંકી અને બે લોકો કે, જેઓ બોટ પલટી ગઈ તેનું સંચાલન કરી રહ્યા હતા – નયન ગોહિલ અને અંકિત વસાવા.
મીડિયા સાથે વાત કરતા ગેહલોતે કહ્યું, “છ આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, શાંતિલાલ સોલંકી પરેશ શાહને રિપોર્ટિંગ કરતા હતા, જોકે તેઓ કોટિયા પ્રોજેક્ટ્સમાં ડિરેક્ટર નથી, તેમની પત્ની અને બે બાળકો છે. ડોલ્ફિન એન્ટરટેઈનમેન્ટ ચલાવતા નિલેશ જૈન બોટ ઓપરેટ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
ગેહલોતે કહ્યું, “બોટ ચલાવવા માટે નિયુક્ત કરાયેલ નાવિક માત્ર તરવાનું જાણતો હતો અને આ સેવા ચલાવવા માટે તેની પાસે અન્ય કોઈ લાયકાત નહોતી, જ્યારે બોટ પરના સહાયકને કેવી રીતે તરવું તે પણ આવડતું ન હતું. એમને પરેશ શાહ અને નિલેશ જૈનને ભરતી કર્યા હતા.”
પોલીસને શુક્રવારે જાણવા મળ્યું હતું કે, એફઆઈઆરમાં વધુ બે આરોપીઓના ઉમેરા સાથે આ કેસમાં નોંધાયેલા લોકોની કુલ સંખ્યા હવે 20 થઈ ગઈ છે. જોકે, એક આરોપી ડિરેક્ટર, હિતેશ કોટિયાનું મૃત્યુ થઈ ચુક્યુ છે. વડોદરા એસઆઈટીએ એમ પણ જણાવ્યું હતું કે, ભીમસિંહ યાદવની અગાઉ 2006 માં વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન અને ભરૂચ જિલ્લાના ઝગડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના બે અલગ-અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે વેદપ્રકાશ યાદવને 2015ના એક કેસ પ્રતિબંધિત હુકમના ભંગના એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, ફોરેન્સિક નિષ્ણાતોએ તળાવ ઝોનમાંથી પુરાવા એકત્રિત કર્યા છે, જેને હવે VMC દ્વારા સીલ કરવામાં આવ્યા છે. “અમે લાઇફ જેકેટ્સ કેટલા જૂના છે અને તેઓ કેટલું વજન પકડી શકે છે, તે તપાસવા માટે જપ્ત કર્યા છે.” તેમણે કહ્યું, અમે VMC અને કોટિયા પ્રોજેક્ટ્સ વચ્ચેના માસ્ટર કોન્ટ્રાક્ટને જોઈ રહ્યા છીએ. અમે તે તમામ આરોપીઓ માટે લુક આઉટ સર્ક્યુલર પણ જાહેર કર્યો છે, જેમની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.
વડોદરાની એક સ્થાનિક અદાલતે ધરપકડ કરાયેલા છ આરોપીઓ – મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સના ત્રણ ભાગીદારો ભીમસિંહ યાદવ, વેદપ્રકાશ યાદવ અને રશ્મિકાંત પ્રજાપતિ તેમજ લેક ઝોન મેનેજર શાંતિલાલ સોલંકી અને બોટ ઓપરેટર નયન ગોહિલ અને મદદનીશ અંકિત વસાવાને પાંચ દિવસ 25 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યા સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
પોલીસે, દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, તેઓએ તેમની 16-પોઇન્ટ રિમાન્ડ અરજીમાં કોર્ટને જણાવ્યું હતું કે, આ ઘટના લેક ઝોનના મેનેજમેન્ટની “ઘણી બેદરકારી” હતી અને બોટિંગ સુવિધાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી, જેની હકીકતો શોધવાની જરૂર છે.
તપાસની શ્રેણી પૂર્ણ કરવા માટે આરોપીની કસ્ટડી જરૂરી હોવાનું જણાવતાં પોલીસે તેમની રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે, VMC સાથેના કરારનું પાલન કરવા કોન્ટ્રાક્ટર દ્વારા લેવામાં આવેલા પગલાંની તપાસ કરવી જરૂરી છે, ખાસ કરીને પાસામાં સુવિધા સુરક્ષા અને જાળવણી છે. અરજીમાં કહેવાયું છે કે, કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી છે જે ગુનાહિત કૃત્ય સમાન છે. રિમાન્ડ અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, તમામ વિદ્યાર્થીઓ પાસેથી બોટ માટે ટિકિટનું પુરૂ ભાડું વસૂલવા છતાં બોટ સંચાલકે બોટની ક્ષમતા કરતાં વધુ બોટમાં ભીડ કરી હતી અને દરેકને લાઇફ જેકેટ્સ આપ્યા ન હતા.
પોલીસે કહ્યું છે કે, આરોપીઓએ વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની માર્ગદર્શિકાનું પાલન કર્યું હતું કે, કેમ અને વિદ્યાર્થીઓને કોઈ SOP સમજાવવામાં આવી હતી કે કેમ તે શોધ પણ તપાસનો વિષય છે. રિમાન્ડ અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, શાળાના બાળકો આવવાના છે તે જાણતા હોવા છતાં મેનેજમેન્ટે લાઈફગાર્ડ માટે કોઈ વ્યવસ્થા કરી ન હતી. પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, બોટની તપાસ અને બોટની ટેકનિકલ તપાસમાં કોઈ પાલન નહોતું થયુ.
આ પણ વાંચો – વડોદરામાં બોટ દુર્ઘટના બાદ મોરબી પીડિત એસોસિએશન વારંવારની આવી ઘટનાઓને લઈ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
પોલીસનું પ્રતિનિધિત્વ કરતા જિલ્લા સરકારી વકીલ અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે, “દુઃખદ અકસ્માત જેમાં માસૂમ બાળકો અને બે શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હતા તે ખરેખર આરોપીઓની બેદરકારી છે. આથી પોલીસે આ મામલે તપાસ કરવા દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. રિમાન્ડનો મુખ્ય આધાર એ છે કે, આ લેક ઝોન ચલાવવામાં કોણ કોણ સંડોવાયેલું છે.
આ પણ વાંચો – વડોદરા બોટ દુર્ઘટના : કયા 18 લોકો સામે FIR નોંધાઈ, શું આરોપ લગાવવામાં આવ્યા?
તેમણે કહ્યું કે, બોટ ચલાવવામાં કઈ સૂચનાઓ અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું કે નહી, તે ક્યાંથી ખરીદવામાં આવી હતી, કોન્ટ્રાક્ટરોની યોગ્યતા શું છે તે જાણવા માટે આ ઘટનાની તપાસ કરવાની જરૂર છે. આવી સુવિધા ચલાવનાર અને આ કેસમાં ઓછામાં ઓછા 13 અન્ય આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે અને કોર્ટે પોલીસની અરજી પર વિચાર કર્યો છે.’





