વડોદરા ચોરી મામલે એક વિચિત્ર ઘટના સામે આવી છે. વડોદરામાં 25,000 રૂપિયાની ચોરીની આરોપી ચાર મહિલાઓએ ટોળાના આક્રોશથી બચવા કથિત રીતે રસ્તા પર તેમના કપડા ઉતારી દીધા, પોલીસે રવિવારે વડોદરામાં લોન્ડ્રીની દુકાનમાં કથિત ચોરીના એક રસપ્રદ કેસની તપાસ શરૂ કરી હતી.
વડોદરા ચોરી મામલે કારેલીબાગ પોલીસે ચારેય મહિલા આરોપીઓનું કાઉન્સિલિંગ શરૂ કર્યું છે, પોલીસનું કહેવું છે કે “તેમની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો છે”.
વડોદરા ના કારેલીબાગના અંબાલાલ પાર્ક વિસ્તારમાં રવિવારે બપોરે 12.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જ્યારે ઈકબાલ ધોબી નામનો લોન્ડ્રીમેન ઈંગ્લેન્ડ લોન્ડ્રીની દુકાનમાંથી બહાર દોડી ગયો હતો અને રાહદારીઓને ચેતવણી આપી હતી કે, જે ચારેય મહિલાઓ હમણાં જ આવી હતી. દુકાનની બહાર, તેમણે ચોરી કરી છે.” કથિત રીતે, તેનું ધ્યાન ભટકાવીને કેશ કાઉન્ટરમાંથી 25,000 રૂપિયાની ચોરી કરવામાં આવી હતી.
વડોદરા માં ચોરી કરીને ભાગી રહેલી મહિલાઓનો ટોળાએ પીછો કરવાનું શરૂ કર્યું, તો મહિલાઓએ રસ્તા પર જ તેમના કપડા ઉતાર્યા અને પોલીસ વાન આવે ત્યાં સુધી તેઓ થોડા અંતરે જઈ બેસી ગઈ.
વડોદરા ચોરી મામલે ઝોન 4ના ડેપ્યુટી પોલીસ કમિશનર, પન્ના મોમાયાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતુ કે, “કંટ્રોલ રૂમને સવારે 12.50 વાગ્યાની આસપાસ એક કોલ આવ્યો કે, ચાર મહિલાઓએ કથિત રીતે સ્થાનિક લોકો દ્વારા પીછો કર્યા બાદ જાહેરમાં તેમના કપડા ઉતારી દીધા… જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે, ચાર મહિલાઓ પહેલા ઈંગ્લેન્ડમાં લોન્ડ્રીની દુકાનમાં પ્રવેશી હતી.
બપોરે જમવાનો સમય હોવાથી દુકાનનો માલિક હાજર ન હતો, પરંતુ ઈકબાલ ધોબી નામનો લોન્ડ્રીમેન દુકાનના અંદરના ભાગમાં કપડાં ઈસ્ત્રી કરી રહ્યો હતો. બે મહિલાઓને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશતી જોઈને તેણે તેમને ત્યાંથી જવાનું કહ્યું. આ દરમિયાન તેના અન્ય સાગરિતે કેશ કાઉન્ટરમાંથી પૈસાની ચોરી કરી હતી અને ચારેય મહિલાઓ ઝડપથી નીકળી ગઈ, ધોબીએ જોયું કે, કાઉન્ટર ગડબડ થઈ છે, તો તેણે તુરંત બુમો પાડી ચેતવણી આપી બહાર દોડી ગયો.”
મોમાયાએ જણાવ્યું હતું કે, પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે કે, મહિલાઓએ ખરેખર તેમના કપડા જાતે જ કાઢી નાખ્યા હતા કે નહી. “જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે મહિલાઓ અર્ધ નગ્ન હતી અને રસ્તા પર બેઠી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ટોળા દ્વારા પકડાઈ ન જાય તે માટે તેઓએ પોતાના કપડાં જાતે જ ઉતારી દીધા હતા, પરંતુ અમે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ અને જો અમને મહિલાઓ સાથે કંઈ ખોટું થયું હશે તો, અમે તે મુજબ પગલાં લઈશું અને કેસ નોંધીશું.
આ પણ વાંચો – ગુજરાત રાજકારણ : ભાજપમાં પરત ફરવા અપક્ષ ધારાસભ્યએ આપ્યું રાજીનામું
વડોદરા ચોરી કેસમાં પોલીસે જણાવ્યું હતું કે, તેઓએ ચાર મહિલાઓ પાસેથી રૂ. 9,000 રિકવર કર્યા છે, જેઓ હાલમાં કાઉન્સેલિંગ હેઠળ છે કારણ કે તેઓએ “તેમની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો છે”. મોમાયાએ કહ્યું કે, “મહિલાઓ તેમની ઓળખ કે તેમના નામ પણ જાહેર કરતી નથી. તેઓ દર થોડીવારે અમને ગેરમાર્ગે દોરે છે. તેથી, અમે આ બાબતની તપાસ કરવા માટે કાઉન્સેલર્સની એક પેનલને બોલાવી છે,
જેમાં પોલીસ સ્ટેશન બેઝ્ડ હેલ્પ સેન્ટર, 181 અભયમ, મહિલા સુરક્ષા વિભાગ તેમજ બરોડા સિવિક કાઉન્સિલના કાઉન્સેલરોનો સમાવેશ થાય છે. અમે ચોરાયેલા નાણામાંથી રૂ. 9,000 રિકવર કર્યા છે, પરંતુ એવું લાગે છે કે, મહિલાઓએ ભાગતી વખતે અન્ય કેટલીક રોકડ રસ્તા પર ક્યાંક મૂકી દીધી હતી. અમે તેની પણ તપાસ કરી રહ્યા છીએ.”
પોલીસ ચારેય મહિલાઓનું કાઉન્સેલિંગ કર્યા બાદ ચોરીની એફઆઈઆર નોંધવાની તૈયારી કરી રહી છે.





