Vande Bharat Express Train Accident : થોડા દિવસો પહેલા જ શરૂ કરવામાં આવેલી નવી પેઢીની વંદેભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express) ગુરુવારે એક દુર્ઘટનાનો શિકાર બની હતી. મુંબઈથી આવતા સમયે અમદાવાદ રેલવે સ્ટેશન નજીક વટવા અને મણિનગર સ્ટેશન પાસે ભેસોના ટોળા સાથે ટક્કર થઇ હતી. આ ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી.
દુર્ઘટનામાં વંદેભારત એક્સપ્રેસનો આગળનો ભાગ થોડો ડેમેજ થયો છે. અકસ્માત થયા પછી થોડો સમય ટ્રેન ઉભી રહી હતી. ટ્રેનને 11.30 વાગ્યાની આસપાસ રવાના કરવામાં આવી હતી.

પીએમ મોદીએ હાલમાં જ કરાવ્યો હતો પ્રારંભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ટ્રેનનો 30 સપ્ટેમ્બરના રોજ પ્રારંભ કરાવ્યો હતો. વંદે ભારત ટ્રેનમાં મુસાફરીનો અનુભવ રજુ કરતા તેમણે કહ્યું હતું કે, હું કોઈ ગણિતશાસ્ત્રી નથી પરંતુ મને આ ટ્રેનમાં એક ખાસ અનુભવ થયો, તેમણે કહ્યું કે, આ ટ્રેનમાં મુસાફરી દરમિયાન એકદમ શાંતિનો અહેસાસ થયો. જરા પણ બહારનો શોર અંદર અનુભવાયો નહીં, પ્લેનમાં બેઠો, તેમાં પણ કોઈની સાથે વાત કરવી હોય, કે કોઈની વાત સાંભળવી હોય તો અન્ય અવાજ પરેશાન કરે છે પરંતુ વંદે ભારત ટ્રેનમાં આ મુશ્કેલી ન જોવા મળી.
આ પણ વાંચો – કોંગ્રેસ નેતાનો ભગવંત માન પર આરોપ, પંજાબ સરકારના પૈસાનો ઉપયોગ ગુજરાતની ચૂંટણીમાં કરી રહ્યા છે
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું શું છે ટાઇમ ટેબલ
વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે 6.20 વાગ્યે ઉપડશે અને બપોરે 12.30 વાગ્યે ગાંધીનગર પહોંચશે. તે ગાંધીનગરથી 14.05 કલાકે ઉપડશે અને 19.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. રવિવાર સિવાય અઠવાડિયાના દરેક દિવસે તેની મુસાફરી કરી શકાય છે.
.