વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને સતત બીજા અકસ્માત નડ્યો છે. શુક્રવારે મુંબઇ જઇ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (vande bharat train)ને આણંદ (anand) નજીક ગાય અથડાતા અકસ્માત (train accident) થયો છે. આ અકસ્માતથી ટ્રેનને સાધારણ નુકસાન થયુ છે. વંદે માતરમ ટ્રેનને સતત બીજા દિવસે અકસ્માત નડતા મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો.
નોંધનિય છે કે, ગુરુવારના રોજ સવારે 11:18 વાગ્યાની આસપાસ મુંબઇ-ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (vande bharat train accident) ને અમદાવાદના વટવા અને મણીનગર રેલવે સ્ટેશનની વચ્ચે ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા અકસ્માત થયો છે. જો કે, આ અકસ્માતથી ટ્રેનની સર્વિસ પર કોઇ અસર કે કોઇને ઇજા થઇ ન હતી.
સતત બીજા દિવસે ટ્રેનને નડ્યો અકસ્માત

પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યુ કે, આણંદના કણજરી-બોરીયાવી સ્ટેશન વચ્ચે શુક્રવારે સાંજે લગભગ પોણા ચાર વાગ્યાની આસપાસ ગાંધીનગરથી મુંબઇ જઇ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે ગાય અથડાતા અકસ્માત સર્જાયો છે. ગાયના માલિકની શોધ કરી તેની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
ગુરુવારે ટ્રેન સાથે અથડાનાર ભેંસના માલિક સામે ફરિયાદ
ગુરુવારે વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાતા અકસ્માત થતો હતો. આ અકસ્માતની ગંભીરને ધ્યાનમાં રાખતા રેલવે પ્રોટેક્શન ફોર્સ (Railway Protection Force) દ્વારા ભેંસ માલિક વિરોધ કાર્યવાહી કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે આ ભેંસ કોની હતી તેના વિશે હાલ માહિતી શકી નથી. નોંધનિય છે કે, ગુરુવારે સવારે ગાંધીનગર-મુંબઇ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટ્રેક પર અમદાવાદમાં વટવા ખાતે ચાર ભેંસ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચારેય ભેંસના મોત થયા હતા.





