Gujarat ACB: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે ગુજરાત એસીબીએ ફરી એકવાર લાંચ લેતા અધિકારીઓને રંગે હાથે ઝડપ્યા છે. એસીબીએ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે સર્વેલન્સ સ્કોડમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર પ્રગ્નેશકુમાર નવનિતરાય વ્યાસને રૂ. 80 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો છે તો બીજી ઘટના અમરેલી જિલ્લાની છે. અહીં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર એટલે કે આરએફઓ અને અન્ય એક વ્યક્તિ કોન્ટ્રાક્ટર પાસેથી 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. એસીબીએ એક જાહેરનામામાં જણાવ્યું હતું કે, રાજુલામાં વન વિભાગના કેટલાક બાંધકામના વાર્ષિક કોન્ટ્રાક્ટ માટે જમા થયેલી રૂ. 5 લાખની રકમ જામીનગીરી તરીકે છોડાવવા માટે કોન્ટ્રાક્ટરે અગાઉ આરએફઓ યોગરાજસિંહ રાઠોડને રૂ. 90,000ની લાંચ આપી હતી.
અમદાવાદનો રિશ્વતખોર પોલીસ કર્મચારી
અમદાવાદમાં વેજલપુર પોલીસ સ્ટેશનનાં PSI પ્રગ્નેશકુમાર નવનિતરાય વ્યાસ લાંચ લેતા ઝડપાયા છે. PSI એ ફરિયાદીનાં પુત્રને માર ન મારવા માટે લાંચની માગણી કરી હતી. પીએસઆઈ પ્રગ્નેશકુમાર વ્યાસ વેજલપુર પોલીસ સ્ટેશનની સામે આવેલ ભાગ્યોદય હોટેલ આગળ જાહેરમાં રૂપિયા 1 લાખની લાંચ માગી હતી. જોકે PSI વ્યાસને લાંચ લેતા રંગેહાથે એસીબીએ ઝડપી પાડ્યા હતા.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર પણ ઝડપાયો
“કોન્ટ્રાક્ટનું કામ પૂરું થયા પછી, ફરિયાદી એટલે કે કોન્ટ્રાક્ટરે રાઠોડને જમા કરેલી રકમ છોડવા કહ્યું હતું. RFOએ ફરિયાદી પાસેથી રૂ. 10 લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં વાર્ષિક કોન્ટ્રાક્ટ હેઠળના કામ માટે કમિશનનો એક ભાગ સામેલ હતો, ” પ્રકાશનમાં જણાવ્યું હતું. સામેલ હતું.” ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીએ જણાવ્યું હતું કે રૂ. 90,000 ચૂકવવામાં આવ્યા હોવા છતાં વન અધિકારીએ લાંચની રકમ ચૂકવવા માટે દબાણ ચાલુ રાખ્યું હતું. જેના પગલે કોન્ટ્રાક્ટરે એસીબીનો સંપર્ક કર્યો હતો કારણ કે તે તેને રકમ ચૂકવવા માંગતો ન હતો. ફરિયાદ પર કાર્યવાહી કરતા એસીબીએ છટકું ગોઠવ્યું અને રાઠોડ અને વિસ્મય રાજગુરુ, તેમની ઓફિસમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર શનિવારે રૂ. 2 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા.
મહાનગરપાલિકાના અધિકારીઓ ઝડપાયા હતા
ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં ACBએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે લાંચ લેનારા અધિકારીઓને રંગે હાથે ધરપકડ કરી હતી. ફરિયાદના આધારે એસીપીએ દરોડો પાડીને આ બે અધિકારીઓમાંથી એકના ઘરેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ACBએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર હર્ષદ ભોજક અને એન્જિનિયર આશિષ પટેલની 20 લાખની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી હતી.





