Vibrant Gujarat Global Summit 2024 | વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 : ‘ગુજરાત ગ્રીન હાયડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને પોર્ટ્સ ત્રણેય સેક્ટરમાં લીડ લેવા સજ્જ’

Vibrant Gujarat Global Summit 2024 : ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રી જોઝે રામોઝોર્તા સાથે મહાત્મા મંદીરમાં મુલાકાત બેઠક યોજી હતી

Written by Kiran Mehta
January 09, 2024 15:09 IST
Vibrant Gujarat Global Summit 2024 | વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 : ‘ગુજરાત ગ્રીન હાયડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને પોર્ટ્સ ત્રણેય સેક્ટરમાં લીડ લેવા સજ્જ’
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 - ભૂપેન્દ્ર પટેલ

Vibrant Gujarat Global Summit 2024 : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 નું ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનનાં મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિ, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ઇન્ટરનેશનલ અફેર્સનાં વાઇસ મિનિસ્ટર શ્યુત હોસાકા શીન અને પ્રતિનિધિ મંડળે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી. તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવતીકાલથી પ્રારંભ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીમાં સહભાગી થવા તેઓ તેમનાં બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાત આવેલાં છે.

મુખ્યમંત્રીએ જાપાનમાં તાજેતરમાં આવેલાં ભૂકંપે જે સ્થિતી સર્જી છે, તેમાંથી જાપાન ઝડપથી બેઠું થઈ રહ્યું છે તેની આ બેઠકની વાતચીત દરમિયાન સરાહના કરી હતી. વાઇસ મિનિસ્ટર યુત હોસાકા સીને મુખ્યમંત્રીની આ સંવેદના માટે આભાર માન્યો હતો.

જાપાન ના વાઇસ મિનિસ્ટરે ગુજરાતની બે દાયકાની ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની સફળતા અંગે તેમણે અનેક વૈશ્વિક મંચ પર પ્રસંશા સાંભળી છે. આથી તેઓ પોતે જે વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવાની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં હતાં, તે આ વાઇબ્રન્ટ સમિટમાં આવવાથી ફળીભૂત થઈ છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

વાઇસ મિનિસ્ટરએ જણાવ્યું કે, ગુજરાતમાં સાડા ત્રણસોથી વધુ જાપાનીઝ કંપનીઝ કાર્યરત છે અને રાજ્ય સરકારનાં પ્રોએક્ટિવ અભિગમનો તેમને લાભ મળી રહ્યો છે. તેમની સાથે વાઇબ્રન્ટ સમિટનાં આ ડેલીગેશનમાં 70 જેટલી કંપનીઝ જોડાઈ છે તેની પણ તેમણે વિગતો આપી હતી.

તેમણે કહ્યું કે, ગુજરાત સાથે સેમિકન્ડક્ટર, હાયડ્રોજન અને ગ્રીન એમોનિયા-ગ્રીન ગ્રોથ સેક્ટરમાં પાર્ટનરશીપ માટે જાપાન આયોજન બદ્ધ રીતે આગળ વધવા માંગે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં વ્યાપક રોકાણોની તકો વિશે તેમને માહિતગાર કરતાં જણાવ્યું કે, ગુજરાતે સેમિકન્ડક્ટર પોલિસી બનાવી છે તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ક્લસ્ટર વિકસીત કરી રહ્યાં છીએ. મુખ્યમંત્રીએ ગ્રીન હાયડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને પોર્ટ્સ ત્રણેય સેક્ટરમાં ગુજરાત લીડ લેવા સજ્જ છે, તેની ભૂમિકા સાથે જાપાનનાં તેમના તાજેતરનાં પ્રવાસ દરમિયાન આ ક્ષેત્રોનાં વિવિધ ઉદ્યોગો સાથેની ફળદાયી મુલાકાત બેઠકોની માહિતી આપી હતી.

ભૂપેન્દ્ર પટેલે વાઇસ મિનિસ્ટરને ગુજરાતનાં વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાતે સમય કાઢીને આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્યઅગ્ર સચિવશ્રી કે. કૈલાશનાથ, મુખ્યસચિવ રાજકુમાર, અધિક મુખ્યસચિવ પંકજ જોશી, એસ.જે.હૈદર તેમજ વરિષ્ઠ સચિવો જોડાયા હતા. આ સિવાય જાપાનનાં ભારત સ્થિત રાજદૂત અને અગ્રણી ઉદ્યોગ ગૃહો પણ જોડાયા હતા

ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત

બીજી બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રી જોઝે રામોઝોર્તા સાથે મહાત્મા મંદીરમાં મુલાકત બેઠક યોજી હતી.

ભારત અને તિમોર લેસ્તે વચ્ચે શરૂઆતથી જ સુદ્રઢ રાજદ્વારી સંબંધો રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિમોર લેસ્તેની રાજધાની દિલ્હીમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની તાજેતરમાં જાહેરાત કરી છે, તે સંદર્ભમાં આ બેઠક મહત્વપૂર્ણ બની રહી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેની ભાગીદારીથી ભારત – ગુજરાત – તિમોર લેસ્તેના સંબંધોને નવી ઊંચાઇ મળેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોVibrant Gujarat Global Summit Trade Show | વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ટ્રેડ શો : 20 દેશો લેશે ભાગ, શું છે કાર્યક્રમ?

ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તાએ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે, તેમ જણાવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, આપહેલા ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના ડચ રાજદૂત, એચ.ઇ. મેરિસા ગેર્સ સાથે ઇન્ટરસીટ કર્યું હતું અને રાજ્યમાં ગ્રીન હાઇડ્રોજન, પોરેન હાઇડ્રોટ્સ આઇટાઇમ, શહેરી ગતિશીલતા, જળ વ્યવસ્થાપન અને કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રમાં ટકાઉ રોકાણોની તકો જાહેર કરી હતી. 2015 થી વાઇબ્રેન્ટ ગુજરાતમાં ભાગીદાર દેશ નેધરલેન્ડ્સ, ગુજરાત સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધ શેર કરે છે, જે વેપાર સંબંધો અને નિયમિત રાજદ્વારી મુલાકાતો દ્વારા સપોર્ટેડ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ