Vibrant Gujarat Global Summit 2024, PM modi Speech : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રાષ્ટ્ર પ્રમુખોના સંબોધન પુરા થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં ઉપસ્થિત તમામ મહેમાનોને સંબોધ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદે વાઇબ્રન્ટ સમિટના તમામ પાસાઓ ઉપર વાત કરી હતી. અને મહેમાનોનું અભિવાદન પણ કર્યું હતું.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેટલાક સમય પહેલા જ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે 20 વર્ષ પુરા કર્યા છે. પાછલા 20 વર્ષોમાં આ સમિટે નવા વિચારોના પ્લેટફોર્મ આપ્યા છે. અને રોકાણ અને રિટર્ન માટે નવો ગેટવે બનાવ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આ વખતની થીમ છે ગેટવે ટૂ ધ ફ્યૂટર . 21મી સદીની દુનિયાનું ભવિષ્ય આપણા સાથેના પ્રયાસોથી જ ઉજ્જવળ બનશે. ભારતે પોતાના જી20 અધ્યક્ષતા દરમિયાન પણ વૈશ્વિક ભવિષ્ય માટે એક રોડ મેપ આપ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પણ અમે આ વિઝન સાથે આગળ વધી રહ્યા છીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યો છે. આજ ભારતે વિશ્વને એ વિશ્વાસ અપાવ્યો છે કે અમે ભાગીદારી લક્ષ્ય નક્કી કરી શકીએ છીએ. પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. વિશ્વ કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધતા, ભારતની નિષ્ઠા, ભારતના પ્રયાસ અને ભારતનો પરિશ્રમ આજે દુનિયાને વધાર સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી રહ્યો છે.
તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 10 વર્ષ પહેલા ભારત 11માં સ્થાન પર હતું. આજે દરેક પ્રમુખ એજન્સીઓનું અનુમાન છે કે આવનારા વર્ષોમાં ભારત દુનિયાની મુખ્ય ત્રણ અર્થવ્યવસ્થા હશે. દુનિયાભરના લોકોને પોતાનું વિશ્લેષણ કરી દીધું છે. પરંતુ આ મારી ગેરેન્ટી છે કે આવું થશે.





