Vibrant Gujarat Global Summit 2024 : મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGS)નું આયોજન કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, ચેક રિપબ્લિકના વડા પ્રધાન પેટ્ર ફિઆલા, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેસિન્ટો ન્યૂસી, તિમોર-લેસ્તેનારાષ્ટ્રપતિ જોસ રામોસ-હોર્ટા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે કોન્ફરન્સની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે. આ કોન્ફરન્સમાં 34 દેશો અને 16 સંસ્થાઓએ ભાગ લીધો હતો. સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે તમામ મોટી રેટિંગ એજન્સીઓનું માનવું છે કે આગામી થોડા વર્ષોમાં ભારત વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક હશે. ચાલો જાણીએ વડાપ્રધાનના સંબોધન સાથે જોડાયેલી 10 મોટી વાતો.
- PM મોદીએ કહ્યું કે વિશ્વ ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સ્થિરતા અને વૃદ્ધિના એન્જિનના એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે જુએ છે. ઝડપથી બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત વિશ્વ મિત્ર તરીકે આગળ વધી રહ્યું છે.
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-UAE સંબંધોને વધુ ગાઢ બનાવવાનો શ્રેય સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને આપ્યો હતો. વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આ કાર્યક્રમમાં UAEના રાષ્ટ્રપતિ હાજર રહ્યા એ અમારા માટે ખૂબ જ આનંદની વાત છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અહીં મુખ્ય અતિથિ તરીકે તેમની હાજરી એ ભારત અને UAE વચ્ચેના દિન પ્રતિદિન મજબૂત બનેલા સૌહાર્દપૂર્ણ સંબંધોનું પ્રતીક છે.
- વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાને કહ્યું કે અમે આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 10 વર્ષ પહેલા ભારત 11માં સ્થાને હતું. આજે તમામ મોટી એજન્સીઓનો અંદાજ છે કે આવનારા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. દુનિયાભરના લોકોને પોતાનું વિશ્લેષણ કરવા દો, પરંતુ આ મારી ગેરંટી છે કે આવું થશે.
- ગાંધીનગર પહોંચેલા પીએમ મોદીએ કહ્યું કે ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. આજે ભારતે વિશ્વને વિશ્વાસ અપાવ્યો છે કે આપણે સામાન્ય લક્ષ્યો નક્કી કરી શકીએ છીએ અને આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ છીએ. વિશ્વ કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધતા, ભારતની નિષ્ઠા, ભારતના પ્રયાસો અને ભારતની મહેનત આજના વિશ્વને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી રહી છે.
- પીએમ મોદીએ કહ્યું કે તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને 20 વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા 20 વર્ષમાં આ સમિટે નવા વિચારોને એક પ્લેટફોર્મ આપ્યું છે. તેણે રોકાણ અને વળતર માટે નવા ગેટવે બનાવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની થીમ છે – “ગેટવે ટૂ ધ ફ્રયૂચર”, આપણા સંયુક્ત પ્રયાસોથી જ 21મી સદીમાં વિશ્વનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. ભારતે તેના G20 પ્રમુખપદ દરમિયાન વૈશ્વિક ભવિષ્ય માટે રોડમેપ પણ આપ્યો છે. અમે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પણ આ વિઝનને આગળ લઈ જઈ રહ્યા છીએ.
- વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે અને હવે ભારત આગામી 25 વર્ષના લક્ષ્યાંકો પર કામ કરી રહ્યું છે. ભારત તેની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યાં સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય અમે નક્કી કર્યું છે. આ 25 વર્ષનો કાર્યકાળ ભારતનો અમૃતકાળ છે. આ અમૃતકાળમાં આ પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ રહી છે, તેથી તેનું મહત્વ વધુ વધ્યું છે.
- ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે ભારત માટે ગર્વની ક્ષણ હતી કારણ કે આફ્રિકન યુનિયન ભારતના અધ્યક્ષપદ દરમિયાન G20 નું કાયમી સભ્ય બન્યું હતું.
- ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે બધા વૈશ્વિક પરિસ્થિતિથી વાકેફ છીએ. આવા સમયે, તમામ અવરોધો છતાં ભારતીય અર્થવ્યવસ્થા આ રીતે આગળ વધી રહી છે. ભારતમાં વિકાસ આટલી ઝડપ બતાવી રહ્યો છે. તેની પાછળનું મુખ્ય કારણ છેલ્લા 10 વર્ષમાં માળખાકીય સુધારાઓ પર અમારું ધ્યાન છે. આ સુધારાઓએ ભારતના અર્થતંત્રની ક્ષમતા, કાર્યક્ષમતા અને સ્પર્ધાત્મકતામાં વધારો કર્યો છે.
- વડાપ્રધાને વિશ્વભરના વૈશ્વિક નેતાઓ અને રોકાણકારોને કહ્યું કે ભારત હવે આગામી 25 વર્ષ માટેના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત તેની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યાં સુધીમાં અમે ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેથી આ 25 વર્ષનો કાર્યકાળ ભારતનો અમૃતકાળ છે.
- વાઇબ્રન્ટ સમિટમાં જોડાવવા બદલ પીએમ નરેન્દ્ર મોદીએ બધાનો આભાર માન્યો હતો અને કહ્યું કે તમારા સપના મોદીનો સંકલ્પ છે. તમારા સપના જેટલા મોટા હશે, મારો સંકલ્પ પણ એટલો મોટો હશે. આવો સપના જોવાની તકો ઘણી છે, સંકલ્પ પુરા કરવાનું સાર્મથ્ય મારામાં છે.





