Vishv Umiyadham : આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ મંદિરનું નિર્માણ તેમજ સામાજિક સશક્તિકરણ અંતર્ગત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, સ્પોર્ટ્સ અને કલ્ચરલ સહિત અનેકવિધ સાંસ્કૃતિ પ્રવૃતિઓના કેન્દ્રસમા વિશ્વ ઉમિયાધામનું અમદાવાદમાં 100 વીઘા જમીનમાં 2 હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી નિર્માણ થઈ રહેલ છે. જે વિશ્વની 9મી અજાયબી સમાન ગણાશે.
ધાર્મિક ક્ષેત્રે વિશ્વનો સૌથી મોટો રાફ્ટ ગણાશે
ઐતિહાસિક મા ઉમિયાના મંદિરનો ગગન વિહાર 1551 ધર્મસ્તંભ ઉપર આકાર લઈ રહેલ છે. જેનું રાફ્ટ કાસ્ટિંગ સતત 3 દિવસ અર્થાત્ 72 કલાકમાં સુધીમાં ભરવામાં આવી રહ્યો છે. જે ધાર્મિક ક્ષેત્રે વિશ્વનો સૌથી મોટો અને ભારતમાં પ્રથમવાર સૌથી મોટા રાફ્ટ ગણાશે. મહત્વનું છે કે લગભગ 24 હજાર ઘનમીટર અર્થાત્ 8 લાખ 57 હજાર 500 ઘન ફૂટ જેટલો ક્રોંક્રિટનો રાફ્ટ ભરાઈ રહ્યો છે. જે કાર્યનો શુભારંભ 15 સપ્ટેમ્બર 2025ને સાંજે 5 કલાકે શરૂ થયો છે. હવે 15-16-17-18 સપ્ટેમ્બર 2025 સુધી કાર્ય શરૂ રહેશે.
અમદાવાદથી પૂના પહોંચી શકીએ તેટલા સ્ટીલનો ઉપયોગ થયો
આ અંગે વાત કરતા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે વિશ્વ ઉમિયાધામ માત્ર પાટીદારોનું જ નહીં સમગ્ર સનાતન ધર્મનું પ્રતિક છે, આ સર્વ સમાજનું ધામ છે. 1551 ધર્મસ્તંભ પર બની રહેલા રાફ્ટ કાસ્ટિંગમાં 20 ફૂટ લાંબો 27 કિમી લાંબો રોડ બનાવી શકીએ તેટલા કોંક્રિટનો ઉપયોગ થયો છે. તો સાથે જ અમદાવાદથી મહારાષ્ટ્રના પૂના પહોંચી શકીએ તેટલા સ્ટીલનો ઉપયોગ થયો છે. એટલે અંદાજિત 680 કિમી લાંબો સ્ટીલનો વપરાશ થયો છે.
આ પણ વાંચો – PM મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ, 1.27 લાખથી વધુ રજીસ્ટ્રેશન
વિશ્વ ઉમિયાધામ રાફ્ટ આંકડાકીય માહિતી
- 24,000 ઘન મીટરનો કોંક્રિટ રાફ્ટ
- 8,57,500 ઘનફૂટનો કોંક્રિટ રાફ્ટ
- 4800 ટન સ્ટીલનો ઉપયોગ કરાયો
- 3600થી વધુ ટન સિમેન્ટનો ઉપયોગ
- રાફ્ટની લંબાઈ 700 ફૂટ
- રાફ્ટની પહોળાઈ 550 ફૂટ
- રાફ્ટની ઊંડાઈ 8 ફૂટ
- 26 થી વધુ RMC પ્લાન્ટ કાર્યરત
- 250થી વધુ ટ્રાન્ઝિટ મિક્સર કાર્યરત
- 3000થી વધુ શ્રમિક સહિતના લોકો કાર્યરત
- 1000થી વધુ એન્જિનિયર અને સુપરવિઝન
- 4000થી વધુ ટ્રક સપ્લાઈમાં જોડાયા