સુરત મુલાકાત દરમિયાન જ રતન ટાટાએ કહ્યુ હતું – લોકો તેમને કેવી રીતે યાદ રાખશે તો ગમશે

રતન ટાટાએ વિમાનમાંથી સુરતમાં બનેલી સુંદર ઊંચી ઇમારતો જોઇ અને એરપોર્ટ અહી આવતા સુધી સુરતને જોયા પછી કહ્યું હતું કે ભારત વિકાસ કરી રહ્યું છે. મને મુંબઈમાં બેસીને આ વિશે ખબર ન પડી હોત.

Written by Rakesh Parmar
October 10, 2024 15:20 IST
સુરત મુલાકાત દરમિયાન જ રતન ટાટાએ કહ્યુ હતું – લોકો તેમને કેવી રીતે યાદ રાખશે તો ગમશે
રતન ટાટાને સુરત ખાતે સંતોક બા એવોર્ડથી સન્માનિત કરાયા હતા (તસવીર: Savji Dholakia )

Ratan TaTa Surat Visit: દેશના જાણીતા ઉદ્યોગપતિ, સમાજસેવી અને ટાટા ગ્રુપના વડા રતન ટાટાનું ગઈ રાતે નિધન થયું છે. સામાજિક કાર્યો અને ચેરિટી માટે જાણીતા રતન નવલ ટાટાએ 86 વર્ષની વયે મુંબઈની બ્રિન્ચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટાએ તેમના જીવનમાં ઘણી મહાન સિદ્ધિઓ હાંસલ કરી છે અને કદાચ તેમને થોડા શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. તેઓ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ ન હતા, પરંતુ એક શાનદાર લીડર, દાનવીર અને લાખો લોકો માટે આશાનું પ્રતીક પણ હતા. પરંતુ શું તમે જાણો છો કે, રતન ટાટા જ્યારે સુરતની મુલાકાતે આવ્યા હતા તો સુરતમાં બનેલી સુંદર ઊંચી ઇમારતો જોઇ તમણે કહ્યું હતું કે, ભારત વિકાસ કરી રહ્યું છે. આ પાછળ એક કહાણી છે, જેને જાણ્યા બાદ તમે રતન ટાટાની દુરંદેશીના ફેન બની જશો.

રતન ટાટાની સુરત મુલાકાત

વર્ષો અગાઉ સુરતમાં અપાતા સંતોક બા એવોર્ડને રતન ટાટાને આપવાનું નક્કી કરાયું હતું, જેનો સ્વીકાર કરતા રતન ટાટા બાય પ્લેન આ એવોર્ડ સ્વિકારવા માટે સુરત આવ્યા હતા. રતન ટાટાએ વિમાનમાંથી સુરતમાં બનેલી સુંદર ઊંચી ઇમારતો જોઇ અને એરપોર્ટ અહી આવતા સુધી સુરતને જોયા પછી કહ્યું હતું કે ભારત વિકાસ કરી રહ્યું છે. મને મુંબઈમાં બેસીને આ વિશે ખબર ન પડી હોત. આજે આવ્યો ન હોત તો મારા મગજમાં સુરતની 20 વર્ષ પહેલાની છબી જ હોત.

આ પણ વાંચો: રતન ટાટાનું નિધન, 86 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

સુરત મુલાકાત દરમિયાન રતન ટાટાએ કહ્યું હતું કે, મે કેટલી સંપતિ અને વેપારમાં વિકાસ કર્યો છે એના કરતા મેં ક્યાં બદલાવમાં શું યોગદાન આપ્યું એના માટે લોકો મને યાદ રાખે તો મને ગમશે.

તમને જણાવી દઈએ કે, સુરત ખાતે સંતોક બા એવોર્ડ લેવા આવેલા રતન ટાટાએ સુરત અંગે કહ્યું હતું કે 20 વર્ષ પહેલા નવસારી જતી વખતે હું સુરત એરપોર્ટ ઉપર ઉતર્યો હતો બસ એટલું જ યાદ છે પરંતુ આજનું સુરત જોઈને મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ