ગુજરાતના ઘણા જિલ્લાઓમાં આસો મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. ગુરુવારે અમદાવાદ અને વડોદરામાં મોડી સાંજે વરસાદ (rain) પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા (metrology department) ચોમાસાની ઋતુની (monsoon season) વિદાય થયાની સત્તાવાર જાહેરાત બાદ વરસાદ પડ્યો છે. ગુરુવારે સવારથી જ ઘણા જિલ્લઓમાં વાદળછાયા વાતાવરણની સાથે સાથે હળવો પવન ફુંકાયું હતો.
ગુરુવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા બેવડી ઋતુનો અનુભવ થયો હતો. ગુરુવારે મોડી સાંજે વીજના ચમકારા વચ્ચે અમદાવાદના વસ્ત્રાલ, રામોલ, હાથીજણ, નિકોલ, ઓઢવ સહિતના પૂર્વના વિસ્તારો અને પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સાંજે ઓફિસથી ઘરે જવાના સમયે જ અચાનક તૂટી પડેલા વરસાદથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વડોદરાવાસીઓ પણ વરસાદમાં ભીંજાયા

નવરાત્રી સમાપ્ત બાદ હવામાનમાં પલટો આવતા વડોદરામાં (vadodara) પણ વરસાદી માહોલ સર્જાયો છે. ગુરુવારે દિવસ દરમિયાન બાદ સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. મોડી સાંજે ગાજવીજ સાથે પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
હજુ બે દિવસ વરસાદ પડવાની આગાહીઃ-
ચોમાસાની ઋતુની વિદાય વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે, તારીખ 7 અને 8 ઓક્ટોબર 2022ના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા પડી શકે છે.
ક્યાં-ક્યાં વરસાદ પડવાની સંભાવના
હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને સુરત, તો મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં વરસાદ પડી શકે છે આ સાથે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદ પડી શકે છે.