Gujarat Rain Weather Forecast Update : દક્ષિણ ગુજરાતમાં હજુ વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય રાજ્યમાં ઉઘાડ જોવા મળી રહ્યો છે. મંગળવારને 16 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 15 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડના કપરાડામાં 2.44 ઇંચ વરસાદ વરસ્યો છે.
15 તાલુકામાં વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 16 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજના 6 વાગ્યા સુધીમાં 15 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડામાં 62 મીમી (2.44 ઇંચ), વ્યારામાં 37 મીમી ( 1.46 ઇંચ), વાલોદમાં 24 મીમી, ધરમપુરમાં 13 મીમી, ચિખલીમાં 9 મીમી, ડોલવણમાં 8 મીમી, વઘઈ 7 મીમી, મહુવા, સોનગઢ અને દ્વારકામાં 6 મીમી, ખેરગામમાં 5 મીમી, ખાંભામાં 4 મીમી, બારડોલીમાં 3 મીમી, રાણપુર અને ડાંગ આહવામાં 1-1 મીમી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બુધવારે 17 મી સપ્ટેમ્બરે આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ પણ વાંચો – વિશ્વ ઉમિયાધામના 1551 ધર્મસ્તંભ પર 9 લાખ ઘનફૂટનો કોંક્રિટ રાફ્ટનો કાર્યારંભ, ઐતિહાસિક સિદ્ધિ
રાજ્યમાં સિઝનનો 108.34 ટકા વરસાદ
16 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 108.34 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 135.95 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 110.21 ટકા, સૌરાષ્ટ્રમાં 93.92 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 112.02 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 16 સપ્ટેમ્બરના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 309596 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 92.67% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 508524 mmcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 91.95% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 111 છે. 145 ડેમ હાઇ એલર્ટ પર અને 12 ડેમ એલર્ટ પર છે.





