Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત્, રાજ્યમાં સિઝનનો 111 ટકા વરસાદ

Gujarat Rain : મંગળવારને 23 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ડાંગના આહવામાં 4.41 ઇંચ વરસાદ વરસ્યો છે

Written by Ashish Goyal
Updated : September 23, 2025 19:11 IST
Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત્, રાજ્યમાં સિઝનનો 111 ટકા વરસાદ
Heavy Rain News : ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાયા છે. (Photo by Sankhadeep Banerjee)

Gujarat Rain Weather Forecast Update : નવરાત્રી શરુ થઇ ગઇ હોવા છતા રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે. મંગળવારને 23 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ડાંગના આહવામાં 4.41 ઇંચ વરસાદ વરસ્યો છે.

17 તાલુકામાં વરસાદ

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 23 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજના 6 વાગ્યા સુધીમાં 17 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં આહવામાં 112 મીમી (4.41 ઇંચ), શુબીરમાં 38 મીમી (1.50 ઇંચ), વઘઈમાં 28 મીમી (1.10 ઇંચ), કપરાડામાં 25 મીમી, ધરમપુરમાં 9 મીમી, ડેડિયાપાડા, વાલોદ, પારડીમાં 7 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય 9 તાલુકામાં 1 થી લઇને 6 મીમી સુધી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે.

રાજ્યમાં સિઝનનો 111.03 ટકા વરસાદ

23 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 111.03 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 135.95 ટકા, ઉત્તર ગુજરાતમાં 119.27 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 113.25 ટકા, સૌરાષ્ટ્રમાં 95.70 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 116.56 ટકા વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો – પાલતું કુતરાનો નખ વાગતાં PI એ જીવ ગુમાવ્યો, આ ખાસ વાતોનું રાખો ધ્યાન નહીં તો…પસ્તાશો

સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 23 સપ્ટેમ્બરના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 321638 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 96.28% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 528123 mmcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 94.66% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 115 છે. 145 ડેમ હાઇ એલર્ટ પર અને 16 ડેમ એલર્ટ પર છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ