Gujarat Rain : રાજ્યમાં ઝરમર મેહુલિયો, હવે ક્યારે પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં મંગળવારને 5 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં વરસાદ વરસ્યો છે

Written by Ashish Goyal
Updated : August 05, 2025 20:51 IST
Gujarat Rain : રાજ્યમાં ઝરમર મેહુલિયો, હવે ક્યારે પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાત વરસાદ (Express Photo by Ganesh Shirsekar)

Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. મંગળવારને 5 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી સાંજના 4.00 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે પોરબંદરમાં 10 મીમી વરસાદ વરસ્યો છે. એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી. રાજ્યમાં ક્યાંય ભારે વરસાદ જોવા મળ્યો નથી. ગરમીમાં પણ વધારો થયો છે.

33 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં મંગળવારને 5 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં પોરબંદરમાં 10 મીમી, નવસારીમાં 7 મીમી, ભાણવડમાં 6 મીમી, વાઘોડિયામાં 5 મીમી, રાણાવાવ, જૂનાગઢ, ખેરગામ, ધરમપુરમાં 4 મીમી, ગાંધીધામ, ફતેપુરા, પલાસણા, પારડી અને મોડાસામાં 3 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 19 તાલુકામાં 1 થી લઇને 2 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સાત દિવસ ગુજરાતમાં ગાજવીજ થવાની પણ સામાન્ય આગાહી આપવામાં આવી છે. ભારે વરસાદની શક્યા હાલ નથી. 15 ઓગસ્ટથી ફરી સિસ્ટમ સક્રિય થવાની છે. 6 થી 12 ઓગસ્ટમાં વરસાદી ઝાપટાં વધવાની શક્યતા રહેશે. 19થી 22 ઓગસ્ટે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

આ પણ વાંચો – ગંભીરા પુલ પર લટકતું ટેન્કર હટાવવા આવ્યું, 50 નિષ્ણાતોની મદદ લઈ ખાસ ટેકનિકનો કરાયો ઉપયોગ

રાજ્યમાં સિઝનનો કુલ 63.68 ટકા વરસાદ

5 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 63.68 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 64.67 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.15 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 66.20 ટકા, સૌરાષ્ટ્રમાં 55.69 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 67.67 ટકા વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 5 ઓગસ્ટને સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 259040 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 77.64% જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 384953 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 68.97% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 28 છે. 50 ડેમ હાઇએલર્ટ પર અને 23 ડેમ એલર્ટ પર છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ