Gujarat Rain : ઉત્તર ગુજરાત, કચ્છમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, લખપતમાં 5.55 ઇંચ

Gujarat Rain : 8 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 106.94 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 116.12 ટકા, ઉત્તર ગુજરાતમાં 117.03 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 110.07 ટકા, સૌરાષ્ટ્રમાં 93.00 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 110.68 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ચાર વર્ષથી રાજ્યમાં 100 ટકાથી વધારે વરસાદ પડી રહ્યો છે

Written by Ashish Goyal
Updated : September 08, 2025 23:33 IST
Gujarat Rain : ઉત્તર ગુજરાત, કચ્છમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, લખપતમાં 5.55 ઇંચ
ગુજરાતમાં વરસાદના કારણે ઘણા ગામોમાં પાણીમાં જોવા મળી રહ્યા છે (તસવીર - સોશિયલ મીડિયા)

Gujarat Rain Weather Forecast Update : ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો ધમાકેદાર રાઉન્ડ જોવા મળી રહ્યો છે. સોમવારને 8 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કચ્છના લખપતમાં 5.55 ઇંચ વરસાદ વરસ્યો છે.

18 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં સોમવારને 8 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 67 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 18 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. જેમાં લખપતમાં 5.55 ઇંચ, ભાભરમાં 5.08 ઇંચ, રાપરમાં 4.76 ઇંચ, ભચાઉમાં 4.13 ઇંચ, નખત્રાણમાં 3.86 ઇંચ, ગાંધીધામમાં 3.74 ઇંચ, ભૂજમાં 3.39 ઇંચ, અંજાર, સાંતલપુરમાં 2.95 ઇંચ, અને રાધનપુરમાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય 57 તાલુકામાં 1 થી લઇને 56 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 9 સપ્ટેમ્બરે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી સાથે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય ક્યાંક ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઇ નથી.

આ પણ વાંચો – યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત

રાજ્યમાં સિઝનનો કુલ 106.94 ટકા વરસાદ

8 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 106.94 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 116.12 ટકા, ઉત્તર ગુજરાતમાં 117.03 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 110.07 ટકા, સૌરાષ્ટ્રમાં 93.00 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 110.68 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ચાર વર્ષથી રાજ્યમાં 100 ટકાથી વધારે વરસાદ પડી રહ્યો છે. 2022માં 1037.88 મીમી સાથે 122.09 ટકા વરસાદ વરસ્યો હતો. 2023માં 948.06 મીમી સાથે 108.16 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે 2024માં 1263.90 મીમી સાથે 143.14 ટકા વરસાદ વરસ્યો હતો.

સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 8 સપ્ટેમ્બરના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 304013 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 91.00% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 480022 mmcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 86.04% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 101 છે. 132 ડેમ હાઇ એલર્ટ પર અને 19 ડેમ એલર્ટ પર છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ