પરિમલ ડાભી : તુર્કી અને સીરિયામાં તાજેતરના મોટા ભૂકંપ બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનાત્મક રીતે ગુજરાતમાં 2001ના વિનાશક ભૂકંપને યાદ કર્યો અને જાહેરાત કરી કે, ભારત અસરગ્રસ્ત દેશોને શક્ય તમામ મદદ કરશે.
2001ની દુર્ઘટના, જેનું કેન્દ્ર કચ્છમાં હતું પરંતુ અમદાવાદ સહિત અનેક વિસ્તાર સુધી અસર સાથે – લગભગ 20,000 લોકો માર્યા ગયા હતા- મોદીની રાજકીય કારકિર્દીમાં આ ધટના ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે તે તેના પછીના પરિણામો હતા, જેમાં તેમણે આખરે ગુજરાતની બાગડોર સંભાળી હતી.
26 જાન્યુઆરી, 2001 ના રોજ પ્રજાસત્તાક દિવસે ભૂકંપ આવ્યો ત્યારે મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ હતા, જે ગુજરાતમાં ભાજપના પ્રથમ મુખ્ય પ્રધાન હતા, જ્યારે મોદી પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ હતા. કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હતી.
પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય મહાસચિવ તરીકે, મોદીએ પક્ષ માટે ભૂકંપ પછીની સ્થિતિનું નજીકથી નિરીક્ષણ કર્યું હતું અને મુખ્ય પ્રધાન સાથે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. અને જ્યારે બીજેપી કેન્દ્રમાં પણ સત્તામાં હતી ત્યારે તેઓ (મોદી) પણ ઘણી બાબતોનું સંકલન કરતા હતા.
વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા જ ધરતીકંપ આવતાં, 7 ઓક્ટોબર, 2001ના રોજ ભાજપે કેશુભાઈ પટેલને બદલીને મોદીને મુખ્યમંત્રી બનાવ્યા – કદાચ પુનર્વસન પ્રયાસો પરના લોકોના ગુસ્સાને દૂર કરવા માટે.

ભૂકંપ પછી કચ્છમાં રાહત, બચાવ અને પુનર્વસનની કામગીરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ગુજરાત કેડરના નિવૃત્ત IAS અધિકારીએ જણાવ્યું હતું કે, મોદીએ સત્તા સંભાળી ત્યાં સુધીમાં બચાવ અને રાહત કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. “જો કે, તેમણે પુનર્વસન કાર્યમાં મોટો ભાગ ભજવ્યો, જે મને લાગે છે કે તે સૌથી મહત્વપૂર્ણ હતું.”
પૂર્વ અધિકારીએ કહ્યું: “મોદીના નેતૃત્વ હેઠળ, આવી કુદરતી આફતો માટે એક નિયમનકારી માળખું બનાવવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના 2001ના ભૂકંપ બાદ કરવામાં આવી હતી. એ જ રીતે, તેમના હેઠળ આપત્તિ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ બનાવવામાં આવી હતી. તાજેતરમાં, જ્યારે ચક્રવાત ટુકટે ગુજરાતમાં ત્રાટક્યું, ત્યારે આ SOPs હતા જેનું રાજ્ય સત્તાવાળાઓ દ્વારા પાલન કરવામાં આવ્યું હતું.”
અધિકારીના જણાવ્યા મુજબ, મોદીએ કચ્છને તેના પગ પર પાછું ઉભુ કરવા માટે અન્ય મધ્યમ-ગાળાની અને લાંબા ગાળાની પહેલ કરી હતી. “મોદીએ લગભગ તમામ વિભાગના વડાઓ/સચિવોને દર સપ્તાહના અંતમાં કચ્છની મુલાકાત લેવા અને સોમવાર અને મંગળવારે થનારી કામગીરી અંગેના તેમના અહેવાલો સબમિટ કરવાનો આદેશ આપ્યો. લાંબા ગાળાના પગલાંમાં, તેમણે રોજગારી પેદા કરવા માટે આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે પગલાં લીધાં. કચ્છમાં અનેક ઉદ્યોગો લાવવામાં આવ્યા. તેમણે કચ્છમાં પ્રવાસનને મોટા પાયે પ્રોત્સાહન આપ્યું. કચ્છની સંસ્કૃતિ, હસ્તકલા અને દરિયાકિનારાને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારા સાથે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

બુધવારે, કચ્છના ધોરડોમાં G20 ના પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં, વર્તમાન સીએમ ભૂપેન્દ્ર પટેલે ભૂકંપ પછી કેવી રીતે કચ્છને વૈશ્વિક પ્રવાસન નકશા પર મૂક્યું તે વિશે વાત કરી.
આ પણ વાંચો – G20 summit 2023 : એક સમયે ખુશી-ખુશી ભેંસ પાળનારા ગામના સરપંચ જી20 પ્રવાસન મીટને કરશે સંબોધિત
મોદી પણ તેમના ભાષણોમાં કચ્છના પુનરુત્થાન અને પુનર્વસનનો વારંવાર ઉલ્લેખ કરે છે. ગયા વર્ષે 28 ઓગસ્ટે જ્યારે તેમણે ભૂકંપ પીડિતો માટેના બે સ્મારકોનું ઉદ્ઘાટન કર્યું ત્યારે તેમણે ગુજરાતે કેવી રીતે “પ્રતિકૂળતાને અવસરમાં ફેરવી” અને “દરેક ષડયંત્રને પાછળ છોડીને” નવી ઔદ્યોગિક નીતિ લાઈ અને વિકાસનો નવો માર્ગ તૈયાર કર્યો તે વિશે વાત કરી હતી, જેમાંથી કચ્છને સૌથી વધુ ફાયદો થયો.