Good Night Tips: રાત્રે ઊંઘતા પહેલા 20 મિનિટ કરી લો આ કામ, મગજને મળશે આરામ અને ગાઢ ઊંઘ આવશે

Good Night Tips : કહેવાય છે કે 20 મિનિટના મેડિટેશન 4 કલાકની ઊંઘ બરાબર છે. જ્યારે તમને ઘણીવાર રાત્રે ઊંઘ નથી આવતી અને તમને ચિંતાની સમસ્યા પરેશાન કરે છે ત્યારે તમે ઊંધતા પહેલા મેડિટેશન કરી શકો છો

Written by Ashish Goyal
December 13, 2024 21:50 IST
Good Night Tips: રાત્રે ઊંઘતા પહેલા 20 મિનિટ કરી લો આ કામ, મગજને મળશે આરામ અને ગાઢ ઊંઘ આવશે
રાત્રે ઊંઘતા પહેલા તમારે 20 મિનિટ આરામથી મેડિટેશન કરવું જોઈએ (Pics : freepik)

20 Minute Meditation Benefits : કહેવાય છે કે 20 મિનિટના મેડિટેશન 4 કલાકની ઊંઘ બરાબર છે. જ્યારે તમને ઘણીવાર રાત્રે ઊંઘ નથી આવતી અને તમને ચિંતાની સમસ્યા પરેશાન કરે છે ત્યારે તમે ઊંધતા પહેલા મેડિટેશન કરી શકો છો. ઊંઘતા પહેલા મેડિટેશન કરવાથી તમારા મનને શાંત કરવા ઉપરાંત શરીર ઉપર પણ ઘણો પ્રભાવ પાડે છે. જોકે સમજવા જેવી વાત એ છે કે ઊંઘતા પહેલા મેડિટેશન કેવી રીતે કરવું, શું છે તેની રીત અને શું છે ફાયદા.

રાત્રે ઊંઘતા પહેલા 20 મિનિટ મેડિટેશન કરો

રાત્રે ઊંઘતા પહેલા તમારે 20 મિનિટ આરામથી મેડિટેશન કરવું જોઈએ. મેડિટેશન એટલે કે ધ્યાનથી લોકોને ઝડપથી ઊંઘ આવે છે, આંખની ઝડપી હિલચાલ (આરઈએમ) ઊંઘની સ્થિતિમાં વધારો થાય છે અને ગાઢ નિંદ્રા જળવાઈ રહે છે. આ ઊંઘને ઉણપ કરવામાં મદદરૂપ છે અને તમને માનસિક શાંતિ આપે છે.

ઊંઘતા પહેલા મેડિટેશન કેવી રીતે કરવું

  • ઊંઘતા પહેલા 20 મિનિટ સુધી મેડિટેશન કરવા સૌ પહેલા લાઈટ બંધ કરો અને પછી આંખો બંધ કરી લો.
  • આ પછી આરામથી બેસો અને પછી હળવા-હળવા શ્વાસ લો.
  • આ પછી તમારે તમારા કાન બંધ કરવા પડશે, તમારી આંખો બંધ રાખવાની છે અને 10 મિનિટ સુધી શ્વાસ લો અને શ્વાસ છોડો.
  • આમ કર્યા બાદ તમને અલગથી શાંતિનો અનુભવ થશે અને ઊંઘ આવવા લાગશે.

આ પણ વાંચો – આ ફળોને ભૂલીને પણ એકસાથે ના ખાવા, ફાયદાના બદલે થશે નુકસાન

ઊંઘતા પહેલા મેડિટેશનના ફાયદા

ઊંઘતા પહેલા 20 મિનિટ સુધી ધ્યાન કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમને પહેલા શાંત કરે છે. મનની વિચારવાની ગતિ ઘટે છે અને તેનાથી માનસિક શાંતિ મળે છે. આ સિવાય 20 મિનિટ મેડિટેશન કરવાથી તમારી ચિંતા ઓછી થાય છે અને તમને સારું લાગવા લાગે છે. આ સિવાય તણાવ ઓછો થાય છે અને તમે બધું જ ભૂલી જવા લાગો છો. આ રીતે મગજ તમને ઊંઘવા તરફ દોરી જાય છે અને પછી તમે ઊંઘી જાઓ છો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ