ઉંદરોએ ઘરમાં મચાવી રાખ્યો છે આતંક? આ 3 ઘરેલું ઉપાયથી માર્યા વગર મળશે છૂટકારો

અહીં અમે ઉંદરોને સરળતાથી ભગાડવાની 3 રીતો લઇને આવ્યા છીએ, જેને તમે અજમાવી શકો છો. આનાથી ઉંદરો ફરીથી ઘરમાં પાછા આવતા અટકશે

Written by Ashish Goyal
August 08, 2025 23:30 IST
ઉંદરોએ ઘરમાં મચાવી રાખ્યો છે આતંક? આ 3 ઘરેલું ઉપાયથી માર્યા વગર મળશે છૂટકારો
ઉંદરો ભગાડવાના ઘરેલું ઉપાય (તસવીર - ફ્રીપિક)

home remedies to get rid of rats without killing : ઘરમાં ઉંદરોનું આવવું સામાન્ય વાત છે, પરંતુ કેટલીક વાર તેમની સંખ્યા એટલી વધી જાય છે કે તેઓ માલને નુકસાન પહોંચાડવા લાગે છે. તેઓ માત્ર અનાજને જ નુકસાન નથી પહોંચાડતા, પરંતુ કપડાં પણ કાપી નાખે છે, જેનાથી ઘણું નુકસાન થાય છે તેમજ મુશ્કેલી પણ પડે છે. આવી સ્થિતિમાં ઉંદરોને ઘરમાંથી દૂર કરવા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

ઘણા લોકો ઉંદરોને ઘરમાંથી કાઢવા માટે તેને કેમિકલવાળા પ્રોડક્ટથી મારી નાખે છે. આવી સ્થિતિમાં જો ઉંદરોએ તમારા ઘરમાં પણ આતંક મચાવ્યો છે તો પછી તમે તેમને માર્યા વિના સરળતાથી ઘરમાંથી દૂર કરી શકો છો. અહીં અમે ઉંદરોને સરળતાથી ભગાડવાની 3 રીતો લઇને આવ્યા છીએ, જેને તમે અજમાવી શકો છો. આનાથી ઉંદરો ફરીથી ઘરમાં પાછા આવતા અટકશે.

ઉંદરોને ભગાડવાના ઘરેલું ઉપાય

લીમડો અને નીલગિરીનું તેલ

તમે ઘરના ઉંદરોથી બચવા માટે લીમડા અને નીલગિરીનો ઉપયોગ કરી શકો છો. આ માટે આ બન્ને તેલને સ્પ્રે બોટલમાં નાખી દો. યોગ્ય રીતે મિક્સ કર્યા બાદ તેને ઉંદરો જે જગ્યા પરથી આવતા હોય ત્યાં છાંટી દો. આનાથી ઘરમાં ઉંદરોનો પ્રવેશ બંધ થઈ જશે.

ફુદીનાનો ઉપયોગ કરો

તમે ઉંદરોનો નાશ કરવા માટે ફુદીનાનો ઉપયોગ કરી શકો છો. ઉંદરોને તેની તીથી ગંધ પસંદ નથી. આ કિસ્સામાં ફુદીનાના તેલને કોટન બોલમાં પલાળો. હવે તેને ઘરના ખૂણા, કબાટ અને રસોડામાં રાખો. તમે તેમને ઉંદરોના આવવા અને જવાના માર્ગો પર પણ મૂકી શકો છો. આનાથી ઉંદરો ઘરમાં આવતા અટકશે.

આ પણ વાંચો – તહેવારોની સિઝન પર સતાવી રહ્યો છે વજન વધવાનો ડર, એક્સપર્ટ પાસેથી જાણો કેવી રીતે કરવો કંટ્રોલ

ફટકડીનો ઉપયોગ કરો

ઘરના ખૂણાઓ, રસોડામાં અને છાજલીમાં ફટકડી નાના ટુકડા મુકી દો અથવા તેનો પાઉડર બનાવી છંટકાવ કરો. ફટકડીની તેજ ગંધ અને સ્વાદ ઉંદરોને ભગાડવાની પ્રભાવી રીત માનવામાં આવે છે. તમે ફટકડી પાઉડરનું દ્રાવણ પણ બનાવી શકો છો અને ઉંદરના રહેવાના સ્થળો પર છંટકાવ કરી શકો છો. આનાથી તે ફરીથી તે જગ્યાએ જોવા મળશે નહીં.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ