ABC Juice Recipe And Health Benefits : આજના સમયમાં એબીસી જ્યુસ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. ઘણા લોકો એબીસી જ્યુસ પોતાની રીતે બનાવવાનો ટ્રોય કરે છે. એબીસી જ્યુસ પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. આ જ્યુસ માત્ર સ્વાદમાં જ ઉત્તમ નથી, તેમાં ઘણા પોષક તત્વો પણ હોય છે, જે ઘણા રોગો સામે પણ રક્ષણ આપે છે. પ્રખ્યાત સંજીવ કપૂરે હેલ્ધી એબીસી જ્યુસ બનાવવાની રીતે જણાવી છે. ચાલો જાણીયે એબીસી જ્યુસ કેવી રીતે બને છે અને પીવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે.
ABC Juice Recipe : એબીસી જ્યુસ બનાવવા માટે સામગ્રી
- સફરજન : 2 નંગ
- બીટ : 1 નંગ
- ગાજર : 1 નંગ
- ફુદીનો : 5 – 7 નંગ
- લીબુંનો રસ : 1 ચમચી
ABC Juice Recipe : એબીસી જ્યુસ બનાવવાની રીત
- એબીસી જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા સફરજન, બીટ, ગાજરને પાણીમાં સારી રીતે ધોઇ લો. પછી તેને કપડા વડે બરાબર લુછી લો.
- હવે સફરજન, બીટ અને ગાજરના લાંબા લાંબા ટુકડા કાપ. તેમની છાલ ઉતારવાની નથી.
- એક મિક્સર જ્યુસરમાં સૌથી પહેલા સફરજન નાંખી તેનો રસ કાઢી લો. ત્યાર બાદ બીટ અને ગાજરનો પણ જ્યુસ કાઢી લો. ફુદાનાના પાન પણ આ ફળના જ્યુસ સાથે પીસી લેવા.
- છેલ્લે સ્વાદ માટે 1 નાની ચમચી લીંબુનો રસ ઉમેરો. તેમા કાળું મીઠું પણ ઉમેરી શકાય છે.
- આ રીતે તમે 5 થી 10 મિનિટમાં સ્વાસ્થ્યવર્ધક ABC જ્યુસ ઘરે બનાવી શકો છો.
ABC Juice Health Benefits : એબીસી જ્યુસ પીવાના ફાયદા
એબીસી જ્યુસ સફરજન, ગાજર અને બીટમાંથી બનાવવામાં આવે છે. આથી તેમા વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન કે, આયર્ન, પોટેશિયમ, ફાઇબર, ફોલેટ, કેલ્શિયમ અને એન્ટિઓક્સિડન્ટો ભરપૂર પ્રમાણમાં હોય છે.
આ પણ વાંચો | શુગર ફ્રી ગાજર હલવો રેસીપી, ડાયાબિટીસ દર્દી માટે પણ ઉત્તમ
આ હેલ્ધી જ્યુસ માત્ર શરીરમાં લોહીની ઉણપ દૂર કરવાની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. તેનું નિયમિત સેવન ચહેરા પર નિખાર લાવે છે. હાલ શિયાળામાં સફરજન, બીટ અને ગાજર ભરપૂર પ્રમાણમાં આવે છે. આથી શિયાળામાં એબીસી જ્યુસ બનાવીને પીવો જોઇએ.





