AC Maintenance Tips For Winter Break : શિયાળો આવતાની સાથે જ આપણે એસી બંધ કરી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આવું કરતી વખતે જો એસી ખુલ્લું રાખવામાં આવે તો તે પણ ખરાબ થઈ શકે છે? ઠંડીના મહિનાઓમાં બંધ એસીની અંદર ધૂળ, ભેજ અને કચરો જમા થવા લાગે છે, જે તેના અંદરના પાર્ટ્સને નુકસાન પહોંચાડી શકે છે અને આગામી ઉનાળામાં કુલિંગ લીકેજ જેવી સમસ્યાઓ ઉભી કરી શકે છે. એટલા માટે શિયાળામાં એસી બંધ કરતા પહેલા કેટલાક જરૂરી પગલાં લેવા ખૂબ જ જરૂરી છે, જેથી તમારો એસી વર્ષો સુધી મુશ્કેલી વગર ઠંડક આપતું રહે.
કન્ડેન્સર કોઇલની સફાઈ
ઉનાળામાં જ્યારે એસી ચાલે છે, ત્યારે માટી અને ધૂળના કણો ACના કન્ડેન્સર કોઇલમાં એકઠા થાય છે. તેથી, શિયાળો આવે ત્યારે એસી બંધ કરતી વખતે કોઇલને સારી રીતે સાફ કરવું જરૂરી છે. કારણ કે તેમાં ગંદકી જમા થઈ જશે તો બીજી વખતે ઉનાળાની ઋતુમાં એસી બરાબર કામ નહીં કરે. કોઇલને સાફ કરો અને પછી જ એસીને પેક કરો કારણ કે કોઇલને સાફ હશે તો જ કુલિંગ ક્ષમતા જળવાઇ રહે છે.
આઉટડોર યુનિટની સફાઈ
સ્પ્લિટ એસીનું આઉટડોર યુનિટ હંમેશા ખુલ્લામાં હોય છે. એસી બંધ કરતી સીઝન દરમિયાન એસીના આ ભાગને સાફ કરો. જો શક્ય હોય તો, આઉટડોર યુનિટને એક કવર વડે ઢાંકી દો, જેથી ધૂળ, રજકણો વગેરે અંદર જાય નહીં.
ફિલ્ટર સાફ કરો
શિયાળો આવતા જ એસી બંધ થઇ ગયા છે અને પંખાનો ઉપયોગ થઇ રહ્યો છે. એસી ફિલ્ટર્સને યોગ્ય રીતે સાફ કરવા મહત્વપૂર્ણ છે. તમે ફિલ્ટર એસી માંથી બહાર કાઢી તેને પાણીથી સાફ કરી શકો છો. તે સુકાઇ ગયા બાદ ફિલ્ટરને ફરી એસીમાં ફિટ કરો.
પ્લગ અનપ્લગ કરો
ઘણી વખત એવું બને છે કે એસી ચલાવવાની સીઝન સમાપ્ત થયા બાદ પણ એસી પ્લગ લગાવેલુ રહે છે. જો એસી વાપરવાનું બંધ કરો ત્યારે તેના પ્લગને દૂર કરવો અને તેને યોગ્ય રીતે ઢાંકીને રાખો.
એસી સર્વિસ
ઘણા લોકો એસી બંધ હોય ત્યારે પણ સર્વિસ કરાવે છે. આનું કારણ એ છે કે ઘણા લોકો ફિલ્ટર, આઉટડોર યુનિટને સાફ કરી શકતા નથી. આ સિવાય જો તમે સફાઈ કર્યા વગર એસી બંધ કરો છો, તો તેમા ફૂગ, મોલ્ડ અને બેક્ટેરિયા વધી શકે છે. અને જ્યારે આગામી સીઝનમાં ચાલુ કરવામાં આવે ત્યારે તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. અને સર્વિસ કરવાથી આ બધી ગંદકી સાફ થઈ જાય છે.





