Air Conditioner Ron Meaning: ઉનાળામાં ભયંકર ગરમી પડી રહી છે. ગરમીથી રાહત મેળવવાનો સરળ ઉપાય છે એસી એટલે કે એર કન્ડિશનર (વાતાનુકૂલન). જો તમે એસી ખરીદવાનું વિચારી રહ્યા છો, તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવવી જોઇએ. એર કન્ડિશનરમાં ટન શબ્દ બહુ મહત્વ છે. જો તમે ટનનું ગણિત સમજી લેશો તો એસી ખરીદવું સરળ બની જશે. મોટાભાગના લોકો એવું માને છે કે, એસીનું ટન જેટલું વધારે હશે તેટલું ઝડપથી કુલિંગ થશે. પણ શું આ વાત સાચી છે? ચાલો જાણીયે
ઘણા લોકોનું માનવું છે કે, એસીમાં ટનનો અર્થ તેના વજન સાથે છે. જ્યારે આ વાત સાચી નથી. ટન એ એકમ છે જેનો સંબંધ કુલિંગ કેપેસિટી સાથે છે. હવે તમને પ્રશ્ન થશે કે ટન વડે કુલિંગ કેપેસિટી કેવી રીતે માપી શકાય છે. તેને પ્રતિ કલાક બ્રિટીશ થર્મલ એકમ વડે માપવામાં આવે છે. તેને સામાન્ય રીતે BTU/કલાક તરીકે દર્શાવવામાં આવે છે. એર કન્ડિશનર માટે બીટીયુ 5000 થી 24000 બીટીયુ અને 12000 બીટીયુ 1 ટન જેટલું હોય છે.

એસી ટન વિશે સરળ ભાષા
એસી મામલમાં ટન શબ્દનો અર્થ એર કન્ડિશનિંગ યુનિટની રૂમ અથવા હોલને ઠંડુ કરવાની ક્ષમતા છે. જો સરળ ભાષામાં કહીયે જેટલા ટનનું એસી હશે, તે એટલા વિસ્તારને ઠંડુ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલ કે જો 1 ટનનું એસી હશે તો તે તમારા રૂમને 1 ટન બરફ જેટલી કુલિંગ આપશે. જો 2 ટનનું એસી હશે તો તમારા રૂમને 2 ટન બફર જેટલું ઠંડુ કરશે. આમ જો તમારો રૂમ વધારે મોટો હશે તો તમારે વધારે ટનનું એસી ખરીદવું પડશે. તેનાથી વિપરીત નાના રૂમ માટે ઓછા ટનનું એસી ખરીદવું જોઇએ.
આ પણ જુઓ | ઉનાળામાં એસી – કૂલર વગર ઘર ઠંડુ રાખવાની 6 ટીપ્સ
કેવા રૂમ માટે કેટલા ટન એસીની જરૂર પડે છે?
તમારા રૂમની સાઇઝ અનુસાર વધુ કે ઓછા ટનનું એસી ખરીદવું જોઇએ. જો તમારા રૂમની સાઇઝ 150 સ્ક્વેર ફૂટ સુધી છે તો તમારા માટે 1 ટન એસી પૂરતું હશે. તો 150 થી 250 સ્ક્વેર ફૂટ સાઇઝના રૂમ માટે 1.5 ટન એસી જોઇએ. તેવી જ રીતે 250 થી 400 સ્ક્વેર ફૂટના રૂમ માટે 2 ટન એસી અને 400 થી 600 સ્ક્વેર ફૂટ સાઇઝના રૂમ માટે 3 ટન એસીની જરૂર પડશે. જો તમારા રૂમની સાઇઝ 600 થી 800 સ્ક્વેર ફૂટ છે તો વધુ સારી ઠંડક માટે તમારે 4 ટનન સુધીનું એસી ખરીદવું જોઇએ.





