scorecardresearch

હવા પ્રદૂષણથી સ્ત્રી-પુરુષની પ્રજનન ક્ષમતા નબળી પડે છે? જાણો હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે

Pollution and Fertility : આજની આધુનિક જીવનશૈલીમાં (life style) લોકોને અનેક પ્રકારની બીમારીઓ (diseases) થવાનું જોખમ રહેલું છે. હાલ યુવા સ્ત્રી-પુરુષોમાં પ્રજનન ક્ષમતા (Fertility) એટલે કે સંતાનને જન્મ આપવા સંબંધિત સમસ્યા વધી રહી છે

હવા પ્રદૂષણથી સ્ત્રી-પુરુષની પ્રજનન ક્ષમતા નબળી પડે છે? જાણો હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે

ભારતની રાજધાન દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં હવા પ્રદૂષણ હાલ અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગયુ છે. પંજાબ-હરિયાણા જેવા રાજ્યોમાં કૃષિ કચરો સળગાવવાને કારણે દર વર્ષે દિવાળી બાદ હવા પ્રદૂષણની સમસ્યા સર્જાઇ રહી છે. પ્રદૂષિત હવાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, જ્યારે અનેક ગંભીર બીમારીઓ થવાનું જોખમ પણ વધી ગયું છે.

જો કે શું તમે જાણો છો કે પ્રદૂષણથી સ્ત્રી અને પુરુષની પ્રજનન ક્ષમતા એટલે કે સંતાનને જન્મ આપવાની ક્ષમતા પર તેની નકારાત્મક અસર થાય છે? નોવા IVF ફર્ટિલિટી સેન્ટરના IVF નિષ્ણાત ડૉ. રત્ના સક્સેનાએ ધી ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચિત્તમાં જણાવ્યું હતું કે, ઘણા સંશોધનો એ વાતની પુષ્ટિ કરી છે કે હવા પ્રદૂષણનું ઉંચુ સ્તર પ્રજનન ક્ષમતા પર ઊંડી અસર કરે છે, જો કે મોટા ભાગના કિસ્સાઓમાં આ બાબતને સ્ત્રીઓની મોટી ઉંમર સાથે સાંકળીને જોવામાં આવે છે.

તેમણે કહ્યું કે, હવાની ગુણવત્તા બગડવાને કારણે ગર્ભધારણ કરનાર સ્ત્રીમાં જાતીય ઉત્તેજનમાં ઘટાડો થઈ રહ્યો છે. મિલાન ફર્ટિલિટી હોસ્પિટલ, વ્હાઇટફિલ્ડના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. શિલ્પા એલૂરના જણાવ્યા અનુસાર, હવા પ્રદૂષણ પ્રજનન ક્ષમતા અને જન્મ આપવાની પ્રક્રિયાને નબળી પાડે છે, જે બાળકના જન્મના સમયે મોતનું કારણ પણ બની શકે છે. “હવા પ્રદૂષણ વંધ્યત્વ, બાળના જન્મમાં મુશ્કેલીઓ, બાળકોમાં જન્મના સમયે ખામીઓ અને ડિલિવરી વખતે મૃત બાળકનો જન્મ થવો જેવી ઘટનાઓ ઘટી શકે છે.”

શું આવું હવા પ્રદૂષણને કારણે થાય છે?

ડૉ. રત્ના સક્સેનાએ વર્ષ 2018માં ચેન્નાઈ અને તેની આજુબાજુના જિલ્લાઓમાં 1285 સગર્ભા સ્ત્રીઓના અભ્યાસને ટાંકીને જણાવ્યું હતું કે PM 2.5 માં દર 10-g/m3 વધારો થવાથી જન્મ સમયે બાળકના વજનમાં 4 ગ્રામ સુધીનો ઘટાડો થઇ શકે છે. તેઓ ઉમેરે છે કે, અન્ય સંશોધનો પણ પુષ્ટિ કરે છે કે નબળી-ગુણવત્તાવાળી હવામાં શ્વાસ લેવાથી પ્રજનન ક્ષમતાના અન્ય પરિબળો પર જોખમ વધી શકે છે, જેમ કે સમયની વહેલા જન્મ થવો, અને જન્મના સમયે ઓછું વજન વગેરે. તે ઉપરાંત પોલીસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs), નાઇટ્રોજન ડાયોક્સાઇડ (NO2) અને પાર્ટિક્યુલેટ મેટર (PM)ના ડિલિવરીના સમયે બાળકોના મગજના વિકાસ પર અસર કરી શકે છે.

પ્રદૂષણની સાથે ધૂમ્રપાનથી શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો

ગાયનેકોલોજિસ્ટ અને ઑબ્સ્ટેટ્રિશિયન ડૉ. લવલી જેઠવાણીએ જણાવ્યું હતું કે હવાની નબળી ગુણવત્તાને કારણે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ત્યારે હવામાં રહેલા રજકણ પોલીસાયક્લિક એરોમેટિક હાઈડ્રોકાર્બન આપણી અંદર પ્રવેશે છે. તે પુરૂષોના શુક્રાણુઓ માટે હાનિકારક છે. શુક્રાણુઓની સંખ્યા ઓછી થવા માટે માત્ર પ્રદૂષણ જ જવાબદાર નથી, સિગારેટ અને આલ્કોહોલથી પણ પ્રજનન ક્ષમતા નબળી પડે છે.

પ્રજનન ક્ષમતા સુધારવાના ઉપાયો

ડૉ. સક્સેનાએ કહ્યું કે આપણે બધાએ આપણી ઊંઘવાની ટેવને સુધારવાની જરૂર છે. ઊંઘ એ પ્રજનન ક્ષમતામાં એક મહત્વપૂર્ણ પરિબળ છે કારણ કે તે શરીરને ઘણા કોષોને પુનર્જીવિત કરે છે જ્યારે હોર્મોન્સના ફેરફારોની ગતિને પણ નિયંત્રિત કરે છે. ઉપરાં ઊંઘ મેલાટોનિનના સ્ત્રાવને પણ અંધારું બનાવે છે, જે સમગ્ર શરીરના તંત્રને લાભ આપી શકે છે. ઉપરાંત સ્વસ્થ જીવનશૈલી અપનાવીને પ્રજનન ક્ષમતામાં સુધારો કરી શકાય છે. યોગ્ય સ્વાસ્થ્ય જાળવવા માટે, દરરોજ કસરત કરો, ફ્રોઝન ફૂડ ખાવાનું ટાળો, સંતુલિત આહાર લો, દારૂ અને તમાકુ જેવા નશિલા પદાર્થોનું સેવન ટાળો.

Web Title: Air pollution affect fertility of men and women know what says expert

Best of Express