Air Pollution: હાલના સમયે દિલ્હીમાં હવાની ગુણવત્તા ખુબજ ખરાબ થઇ ગઈ છે. જેથી આજુ બાજુના રાજ્યોમાં હવાની ગુણવત્તા ધીમે ધીમે ઘટતી જાય છે. જેને લઈને ગુજરાતવાસીઓએ “એલર્ટ” થવું જોઈએ જેથી ગંભીર બીમારીઓથી બચી શકાય, તો જાણો એક્સપર્ટ શું કહે છે?
સિસ્ટમ ઓફ એયર ક્વૉલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચના આંકડા મુજબ રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ખુબજ ખરાબ થઇ ગઈ છે, જો વાયુ ગુણવત્તા સૂચકાંક(એકયુઆઈ)ને ‘ગંભીર’ શ્રેણીમાં બતાવે છે. વાયુ પ્રદૂષણથી કેટલીક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થાય છે.
વાયુ પ્રદૂષણથી કેન્સર અને ર્હદય જેવી ગંભીર બીમારી થાય છે. ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં ડો. એમ એસ કંવર, સિનિયર કન્સલ્ટન્ટ, ડીપાર્ટમેન્ટ ઓફ પલ્મોનોલોજી, ક્રિટિકલ કેર એન્ડ સ્લીપ મેડિસિન, ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ, દિલ્હીએ કહ્યું કે વાયુ પ્રદૂષણમાં રહેલા ખતરનાક કણો ઘણી સ્વાસ્થ્ય સમસ્યા ઉભી કરે છે. તેમણે કહ્યું કે પાર્ટિક્યુલેટ મેટર (PM 2.5) સ્વાસ્થ્ય માટે સૌથી મોટું જોખમ ઊભું કરે છે. જે ફેફસામાં પ્રેવેશી શકે છે. તેમને કહ્યું કે વાયુ પ્રદૂષણથી બચવા માટે નિયમિત રૂપે માસ્ક પહેરવાની સલાહ આપી છે. પરંતુ વાયુ પ્રદુષણ સામે લાડવા માટે ક્યાં માસ્ક પહેરવા જોઈએ, ચાલો જાણીએ,
પ્રદૂષણથી બચવા માટે N95 માસ્કનો ઉપયોગ કરવો
એક્સપર્ટના મત અનુસાર FFP1 માસ્ક અથવા N95 માસ્ક સૌથી વધુ પ્રભાવી છે. વરિષ્ઠ સલાહકાર, આંતરિક ચિકિત્સા, ઇન્ડિયન સ્પાઈનલ ઇન્જરી સેન્ટરના ડો. રાજકુમારએ કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણ ખુબજ વધી ગયું છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
જે લોકો નિયમિત રૂપથી ખતરનાક પ્રદુષણના સંપર્કમાં આવે છે. તેમના માટે 95% ફિલ્ટ્રેશન રેટ FFP1 માસ્ક સારું સાબિત થઇ શકે છે. તેમને કહ્યું કે આ માસ્કથી ફાયદો ન થાય તો N 95 માસ્ક પહેરવું.
N99 માસ્કનો પણ ઉપયોગ કરી શકો
ડો. રાજકુમારે કહ્યું કે માસ્ક વાયુ પ્રદુષણ વિરુદ્ધ સંપૂર્ણ 100% સુરક્ષા પ્રદાન કરતા નથી. બધા માસ્ક પાર્ટિક્યુલેટને બહાર રાખી એક પ્રોટેકશન રૂપે કામ કરે છે. આ ઉપરાંત તેમને કહ્યું કે N99 માસ્કનો પણ ઉપયોગ કરી શકો છો. જે આપણને વાયુ પ્રદૂષણથી બચવામાં મદદ કરી શકે છે.
માસ્ક પહેરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું?
- માસ્ક પહેરતી વખતે મોં અને નાક ઢાંકવું
- જયારે ઉપયોગમાં ન લેવાનું હોય ત્યારે માસ્કને સુરક્ષિત જગ્યા પર રાખવું
- માસ્કને નિયમિત રૂપથી સાફ રાખવું અને હવામાં સુક્વવું, માસ્ક પહેરતી વખતે તેને વારંવાર અડવાનું ટાળો
- તમારું માસ્ક એક ઍરટાઇટ કન્ટેઈરમાં રાખવું
- હાથ ધોયા પહેલા માસ્ક ઉતારવું નથી.