Air Pollution: હવા પ્રદૂષણથી બચવા ડાયટમાં એક ચીજ સામેલ કરો, ઠંડીથી પણ બચાવશે

air pollution safety tips : હવા પ્રદૂષણ વધતા લોકોની શ્વાસ સહિત સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. ડાયટમાં એક ચીજ સામેલ કરવાથી શ્વાસની સમસ્યામાં રાહત મળે સાથે સાથે ઠંડીથી બચી શકાય છે

Written by Ajay Saroya
November 13, 2023 20:28 IST
Air Pollution: હવા પ્રદૂષણથી બચવા ડાયટમાં એક ચીજ સામેલ કરો, ઠંડીથી પણ બચાવશે
હવા પ્રદૂષણથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. (Photo - Freepik)

Air Pollution Safty tips : દેશભરમાં વાયુ પ્રદૂષણનું સ્તર વધ્યું છે. આવી સ્થિતિમાં હવા પ્રદૂષણને કારણે લોકોને શ્વાસની સમસ્યાઓની સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવા પ્રદૂષણ વધતા તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમે વધતા હવા પ્રદૂષણથી બચવા માંગતા હોવ તો તમે તમારા ડાયટમાં અજમાને સામેલ કરી શકો છો. અજમો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે અજમામાં પ્રોટીન, ફેટ, ફાઈટોકેમિકલ, ફાઈબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને એન્ટિસેપ્ટિક, એન્ટિમાઈક્રોબાયલ જેવા પોષક તત્વો હોય છે, જે શરીરની તંદુરસ્તી માટે ઘણું ફાયદકારક છે. અજમો શ્વાસ સંબંધીત સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. હવા પ્રદૂષણથી બચવા માટે તમે અજમાની ચા કે અજમાના પાણીનું સેવન કરી શકો છો. તો ચાલો જાણીએ અજમાનું સેવન કરવાના ફાયદાઓ

અજમાના સેવનના સ્વાસ્થ્ય લાભ (Ajwain Benefits Home Remedies)

(1) શ્વાસ લેવામાં મદદરૂપ

અજમામાં એન્ટી ઇનફ્લેમેશન (બળતરા વિરોધી) ગુણો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે અસ્થમાથી રાહત આપવામાં અસરકારક માનવામાં આવે છે. અજમાના સેવનથી શરદી અને શ્વાસ સંબંધી સમસ્યાઓથી બચી શકાય છે.

(2) પાચનતંત્ર

અજમાનું પાણી પીવાથી પાચનતંત્ર અને પેટ સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે. તેમજ કાળા મીઠા સાથે અજમો ખાવાથી ગેસ અને પેટ ફૂલવાની સમસ્યાથી પણ રાહત મળે છે.

(3) બ્લડ શુગર લેવલ

અજમાનું પાણી કે અજમાનું સેવન બ્લડ સુગરમાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. બ્લડ સુગરના દર્દીઓ તેમના ડાયટમાં અજમાનો ઉપયોગ કરી શકે છે.

Ajwain benefits | ajwain benefits In Air Pollution | Air Pollution Health Tips | Carom Seeds benefits
અજમાનું સેવન કરવાથી ઘણા સ્થાસ્થ્ય ફાયદા થાય છે. (Photo – Freepik)

(4) ત્વચા માટે-

અજમામાં ઘણા ગુણો જોવા મળે છે, જે સ્કીનને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. સ્કીનને સ્વસ્થ રાખવા માટે અજમાની ચા અથવા અજમાના પાણીનું સેવન કરી શકાય છે.

આ પણ વાંચો | પેટ માટે અમૃત છે બારેમાસ મળતું આ ફળ; કબજીયાત, બ્લડપ્રેશર અને આંતરડાની સમસ્યામાં રાહત આપશે

(Disclaimer: આ સલાહ ફકત સામાન્ય માહિતી માટે છે. કોઇ પણ રીતે તેનું અનુકરણ કરવાની પહેલા સંબંધિત નિષ્ણાંત પાસેથી અચૂક સલાહ લેવી જોઇએ.)

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ