Ranbir Kapoor Birthday | રણબીર કપૂર (Ranbir Kapoor) ને તેની પુત્રી રાહા (Raha) એ જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ આપી હતી. અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે તેના 3 વર્ષના બાળકે તેને જન્મદિવસનું કાર્ડ બનાવ્યું હતું અને હવે તેની પત્ની અને અભિનેત્રી આલિયા ભટ્ટે (Alia Bhatt) તેની એક ઝલક શેર કરી છે. આલિયાએ રણબીરના જન્મદિવસ નિમિત્તે તેના મીની વેકેશનના ફોટા પણ શેર કર્યા હતા.
રણબીર કપૂર બર્થડે સ્પેશિયલ પોસ્ટ આલિયા ભટ્ટે શેર કરી
આલિયા ભટ્ટે રણબીર કપૂરના જન્મદિવસની ઉજવણીના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા. પહેલા ફોટામાં આલિયા અને રણબીર કેમેરા તરફ પીઠ રાખીને એકબીજાને હગ કરીને સનસેટ ઇન્જોય કરી રહ્યા છે. આગળના ફોટામાં રણબીર રાહાનો હાથ પકડીને કેકનો ટુકડો ઉપાડી રહ્યો છે, અને બીજા ફોટામાં રાહાએ તેના પિતા માટે બનાવેલ કાર્ડ છે, જેમાં લખ્યું છે, “જન્મદિવસની શુભકામનાઓ, દુનિયાના બેસ્ટ પપ્પા.”
રવિવારે રણબીરે તેના બ્રાન્ડ આર્ક્સના હેન્ડલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઈને જન્મદિવસની શુભેચ્છાઓ માટે ચાહકોનો આભાર માન્યો. તેણે આલિયા, રાહા અને તેની માતા નીતુ કપૂર સાથે શાંતિથી જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરી તે પણ શેર કર્યું. તેણે કહ્યું, “ગઈકાલે રાત્રે જન્મદિવસ ખૂબ જ સરસ રહ્યો. છેલ્લા બે દિવસ ખૂબ જ સરસ રહ્યા કારણ કે હું માતા, આલિયા અને રાહા સાથે હતો. આનાથી સારો જન્મદિવસ બીજો કોઈ ન હોઈ શકે. હું મારા નવા ઘરમાં શિફ્ટ થઈ રહ્યો છું તેથી અમે પરિવાર સાથે 2 દિવસની ટ્રિપ કરી અને તેથી મારો જન્મદિવસ વધુ ખાસ બન્યો છે.”
રાહા કપૂર અને તેના જન્મદિવસ પર રાહાએ તેને કેવી રીતે ખાસ અનુભવ કરાવ્યો તે વિશે વાત કરતા તેણે કહ્યું, “મેં આખો દિવસ આલિયા અને રાહા સાથે વિતાવ્યો અને કંઈ કર્યું નહીં. રાહાએ મને વચન આપ્યું હતું કે તે મને 43 કિસ આપશે અને તેણે મારી માટે એક સુંદર કાર્ડ બનાવ્યું. તે ખરેખર મને પ્રભાવિત કરી ગયું હતું. તે એક પરફેક્ટ બર્થ ડે ગિફ્ટ હતી.’
વેકેશનથી મુંબઈ પરત ફર્યા બાદ રણબીરે પાપારાઝી સાથે પોતાનો જન્મદિવસનો કેક કાપી અને ચાહકો સાથે પોઝ પણ આપ્યો જેઓ તેમના ઘરની બહાર અભિનેતાની એક ઝલક મેળવવા માટે રાહ જોઈ રહ્યા હતા.
Jee Le Zaraa Movie | પ્રિયંકા, આલિયા, કેટરીના જીલે ઝરાનો ભાગ નહિ હોય? ડાયરેક્ટરે શું કહ્યું?
રણબીર કપૂર મુવીઝ (Ranbir Kapoor Movies)
રણબીર કપૂર બે ખૂબ જ અપેક્ષિત ફિલ્મો પાઇપલાઇનમાં છે સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોર અને નિતેશ તિવારીની રામાયણ. અભિનેતા ભણસાલીની ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે અભિનય કરશે. ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન રણબીરે સંદીપ રેડ્ડી વાંગાની એનિમલ પાર્કનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થવાની શક્યતાનો પણ સંકેત આપ્યો હતો.





