આ લીલા શાકભાજીનું જ્યુસ સ્વાસ્થ્ય માટે છે અમૃત, રોજ સેવન કરશો તો શરીર પર જોવા મળશે ચમત્કાર

Bottle Gourd Juice Benefits: શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. શાકભાજીનું સેવન આપણે સલાડના રુપમાં, શાક બનાવીને અને જ્યુસના રૂપમાં કરીએ છીએ. જો કેટલાક શાકભાજીનું જ્યુસ બનાવીને સેવન કરવામાં આવે તો હેલ્થને ઘણો ફાયદો થાય છે

Written by Ashish Goyal
December 11, 2024 23:22 IST
આ લીલા શાકભાજીનું જ્યુસ સ્વાસ્થ્ય માટે છે અમૃત, રોજ સેવન કરશો તો શરીર પર જોવા મળશે ચમત્કાર
દૂધી એક એવી લીલી શાકભાજી છે જેનું જ્યુસ પીવામાં આવે તો તે સ્વાસ્થ્ય પર ચમત્કાર કરે છે (તસવીર - ફ્રીપિક)

Bottle Gourd Juice Benefits : શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. શાકભાજીનું સેવન આપણે સલાડના રુપમાં, શાક બનાવીને અને જ્યુસના રૂપમાં કરીએ છીએ. જો કેટલાક શાકભાજીનું જ્યુસ બનાવીને સેવન કરવામાં આવે તો હેલ્થને ઘણો ફાયદો થાય છે. શાકભાજીના જ્યુસની વાત કરીએ તો આપણે જે શાકભાજી જ્યુસ કાઢીને પીવી છીએ તેમાં ગાજર, બીટ, ટામેટા અને પાલકના જ્યુસનું સેવન કરીએ છીએ.

પરંતુ તમે જાણો છો કે આ શાકભાજી ઉપરાંત, દૂધી પણ એક એવી લીલી શાકભાજી છે જેનું જ્યુસ પીવામાં આવે તો તે સ્વાસ્થ્ય પર ચમત્કાર કરે છે. આયુર્વેદિક વિશેષજ્ઞ અને યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે જો તમે રોજ એક મધ્યમ સાઇઝની દૂધીનું જ્યુસ પીવામાં આવે તો તેના ચમત્કારિક ફાયદા આપણા શરીર પર જોવા મળે છે.

ભારતમાં 50 ટકા લોકો ફેટી લિવરથી પરેશાન છે, જો લોકો આ જ્યુસનું રોજ સેવન કરે તો ફેટી લિવરની સમસ્યાથી રાહત મળે છે. દૂધીનું જ્યુસમાં વિટામિન્સ અને ખનિજો ભરપૂર માત્રામાં હોય છે જે પાચનમાં સુધારો કરે છે. તેનું સેવન કરવાથી વજન કંટ્રોલ રહે છે અને ત્વચા સ્વસ્થ રહે છે. આવો જાણીએ કેવી રીતે દૂધીનું જ્યુસ સ્વાસ્થ્ય માટે ચમત્કારી સાબિત થાય છે.

દૂધીનું જ્યુસ કોલેસ્ટ્રોલને કરે છે નિયંત્રિત

દરરોજ દૂધીનું જ્યુસ પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે. આ રસમાં કેલરી ઓછી અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને હૃદયની તંદુરસ્તી સુધારે છે.

સ્થૂળતા નિયંત્રિત થાય છે

જે લોકોનું વજન વધારે હોય તેમણે આ જ્યુસનું સેવન રોજ કરવું જોઈએ. આ જ્યૂસનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ખાવાની ક્રેવિંગ કંટ્રોલમાં રહે છે. આ જ્યુસમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે, જે વજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે.

આ પણ વાંચો – ચા માં આદુ ક્યારે નાખવું જોઈએ? આદુની ચા બનાવતા સમયે કઇ વાતોનું ધ્યાન રાખવું, જાણો

શરીરમાંથી ટોક્સિન બહાર કાઢે છે અને ત્વચા સ્વસ્થ રહે છે

દૂધીના જ્યુસનું સેવન કરવાથી શરીરમાંથી ટોક્સિન બહાર નીકળે છે અને ત્વચા સ્વસ્થ રહે છે. આ જ્યુસ ત્વચાને હાઇડ્રેટ કરે છે અને સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરે છે. તેનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે.

ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે

દૂધીના જ્યુસનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. આ જ્યુસ લોહીમાં શુગરનું લેવલ વધવા દેતું નથી.

પાઇલ્સના લક્ષણોને કંટ્રોલ કરે છે

દૂધીના જ્યુસનું સેવન કરવાથી પાઇલ્સની સારવાર થાય છે. આ જ્યુસ ફાઇબરથી ભરપૂર છે અને તેની તાસીર ઠંડી હોય છે. રોજ તેનું સેવન કરવાથી પાચન ક્રિયા બરાબર થાય છે અને મળ ત્યાગ સરળ બને છે. કબજિયાતની સારવાર કરતું આ જ્યુસ પાઈલ્સના લક્ષણોને કંટ્રોલ કરે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ