/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Amla-Chutney-Recipe.jpg)
Amla Chutney Recipe: આમળાની ચટણી બનાવવાની રેસીપી. (Photo: Social Media)
Amla Chutney Recipe In Gujarati: આમળા વિટામીન સીથી ભરપૂર હોય છે. આમળા સ્વાદમાં ખાટા હોય છે. આમળાનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આમળાનું સેવન જ્યુસ, મુરબ્બો, બાફીને અને ચટણી બનાવી કરી શકાય છે. આમળાની ચટણી સ્વાદ તેમજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળામાં વિટામિન સી ખૂબ હોય છે, તેથી તે ત્વચા અને વાળ માટે પણ વધુ સારું છે. તેને ખાવાથી પાચનતંત્ર સુધરે છે. આ લેખમાં અમે તમને આમળાની ચટણી બનાવવાની રેસીપી વિશે જણાવીશું.
આમળાની ચટણી બનાવવાની સામગ્રી
- આમળા
- લીલા મરચાં
- કાળા મરી
- કાળું મીઠું
- કોથમીર
- જીરું
આમળાની ચટણી બનાવવાની રેસીપી : Amla Chutney Recipe
આમળાની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ આમળા ધોઈને પાણીમાં બાફી લો. લગભગ 6 થી 8 મિનિટ બાદ ગેસ બંધ કરી દો અને પાણી ઠંડુ થવા દો. હવે આમળા માંથી પલ્પ કાઢી લો અને બીયાં ફેંકી દો. હવે મિક્સરમાં બાફેલા આમળા, લીલા મરચાં, કોથમીર અને સહેજ પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો. હવે એક કઢાઇમાં થોડુંક તેલ ગરમ કરી તેમાં જીરૂ નાંખો. જ્યારે જીરું તતડી જાય, ત્યારે તેમા આમળાની પેસ્ટ સાંતળી લો. મીઠું નાંખી ચટણીને 5 મિનિટ સુધી સાંતળી લો.
કોથમીર ઉમેરો ગાર્નિશ કરો
હવે એક બાઉલમાં આમળાની ચટણી કાઢી લો. તેના પર લીલા ધાણા વડે ગાર્નિશિંગ કરો. આમળાની ચટણી પરાઠા, થેપલા કે ભાત સાથે સર્વ કરી શકાય છે. જો આમળાની ચટણી વધુ ખાટી કરવી હોય તો તેમા લીંબુનો રસ ઉમેરો. જો ચટણીને ખાટી મીઠી કરવી હોય તો તેમા ગોળ કે ખાંડ ઉમેરી શકાય છે.
આમળા ખાવાના ફાયદા : Health Benefits Of Amla
- આમળા પોષક તત્વોથી ભરપૂર સુપરફૂડ છે. તેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે.
- આમળા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને તેનાથી ઘણી બીમારીઓ થતી નથી.
- આમળા ખાવાથી પાચન તંત્ર સુધારે છે.
- વજન ઘટાડવામાં પણ આમળા ખૂબ જ અસરકારક છે.
- આમળામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને ચમકદાર બનાવે છે અને વાળને મજબૂત બનાવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us