શિયાળામાં બીમારીઓને દૂર રાખવા માટે આમળા લૌંજી ખાવ, ઝડપથી ઇમ્યૂનિટી મજબૂત થશે

Amla Launji Recipe : આમળામાંથી ઘણી બધી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. શિયાળામાં તમે આમળામાંથી ખૂબ જ સ્વાદિષ્ટ લૌંજી પણ બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ

Written by Ashish Goyal
November 11, 2025 16:29 IST
શિયાળામાં બીમારીઓને દૂર રાખવા માટે આમળા લૌંજી ખાવ, ઝડપથી ઇમ્યૂનિટી મજબૂત થશે
Amla Launji Recipe : શિયાળામાં તમે આમળામાંથી ખૂબ જ સ્વાદિષ્ટ લૌંજી પણ બનાવી શકો છો (ફોટો: પિન્ટરેસ્ટ)

Amla Launji Recipe : આમળા શિયાળામાં ખાવા જ જોઈએ. આ સુપરફૂડ શરીરને ઘણી રીતે ફાયદો કરે છે. તે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવાથી લઇને વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. આમળામાંથી ઘણી બધી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. કોઈ આમળાનો જ્યૂસપીવે છે, તો કોઈ તેનું અથાણું તૈયાર કરે છે. શિયાળામાં તમે આમળામાંથી ખૂબ જ સ્વાદિષ્ટ લૌંજી પણ બનાવી શકો છો.

આમળા લૌંજી રેસીપી સામગ્રી

  • આમળા – 250 ગ્રામ
  • લીલા મરચાં – 2 થી 3 બારીક સમારેલા લાલ
  • લાલ મરચું પાવડર – 1 નાની ચમચી
  • હળદર પાવડર – 1/4 નાની ચમચી
  • તેલ – જરુર પ્રમાણે
  • હીંગ – 1 ચપટી
  • કોથમીર – 2 ચમચી
  • વરિયાળી – 1 ચમચી
  • રાઇ – 1 નાની ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

આ પણ વાંચો – દૂધીનો હલવો આવી રીતે બનાવો, એકદમ ટેસ્ટી બનશે

આમળા લૌંજી બનાવવાની રીત

આમળાની લૌંજી બનાવવા માટે સૌ પહેલા લૌંજીને ધોઈને પ્રેશર કુકરમાં 2-3 સીટી વાગે ત્યાં સુધી ઉકાળો. આ પછી તેને બહાર કાઢો અને ઠંડા થવા દો. પછી તેના ઠળીયાને અલગ કરો. આમળાને મેશ કરો. ત્યારબાદ એક કઢાઇમાં તેલ ગરમ કરો. તેમાં રાઇ, જીરું, લીલા મરચાં અને કોથમીર ઉમેરો. આ પછી મેશ કરેલા આમળા ઉમેરો. આ સમયે ગેસને ધીમો કરી દો. પછી એક પછી એક જરૂરી તમામ મસાલા ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી લો. જ્યારે આમળા તેલ છોડવાનું શરૂ કરે છે ત્યારે સમજો કે તમારી લૌંજી તૈયાર છે. તમે તેમાં ખાંડ અને મીઠું પણ ઉમેરી શકો છો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ