Amla Murabba Recipe : આમળા મુરબ્બો સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો, ઘરે આ રીતે બનાવો

Amla Murabba Recipe In Gujarati : આમળા શિયાળાનું સુપરફૂડ છે. જેમને કાચા આમળા નથી આવતા તેઓ આમળાનો મુરબ્બો બનાવી સેવન કરી શકે છે. અહીં આમળા મુરબ્બો બનાવવાની સરળ રેસીપી અને ફાયદા જણાવ્યા છે.

Written by Ajay Saroya
November 11, 2025 11:52 IST
Amla Murabba Recipe : આમળા મુરબ્બો સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો, ઘરે આ રીતે બનાવો
Amla Murabba Recipe : આમળા મુરબ્બો બનાવવાની રીત. (Photo: Social Media)

Amla Murabba Recipe In Gujarati : આમળા શિયાળાનું સુપરફૂડ કહેવાય છે. વિટામીન સીથી ભરપૂર આમળાનું સેવન કરવાથી શરીર સ્વસ્થ અને નીરોગી રહે છે. આયુર્વેદમાં આમળીને અમૃત જેવું માનવામાં આવે છે. આમળાના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. આમ તો, તમે આમળાનું સેવન ઘણી રીતે કરી શકો છો.

આમળાનો સ્વાદ ઘણા લોકોને પસંદ નથી. આવી સ્થિતિમાં તમે સરળતાથી આમળા મુરબ્બો પણ બનાવી શકો છો. તે એકદમ સ્વાદિષ્ટ છે, જે બાળકોને પણ ખૂબ પસંદ આવે છે. ગૂઝબેરી મુરબ્બો બે રીતે તૈયાર કરવામાં આવે છે – એક સૂકા અને બીજું ભીનું. આ બંને રીતે બનેલા આમળા મુરબ્બાનો સ્વાદ ખુબ સારો આવે છે. આમળા મુરબ્બો એકવાર બનાવ્યા બાદ તે ઘણા લાંબા સમય સુધી સાચવી શકાય છે.

આમળા મુરબ્બો બનાવવા માટે સામગ્રી

આમળા – 1 કિલોખાંડ – 1 કિલોએલચી – 5 નંગકેસર – 1 નાની ચમચીપાણી – 2 kh

આમળા મુરબ્બો બનાવવાની રીત

આમળા મુરબ્બો બનાવવા માટે સૌથી પહેલા પાણીમાં સારી રીતે ધોઇ લો. હવે એક એક મોટા વાસણમાં પાણી ભરો, પછી તેમા આમળા ઉમેરીને ઉકાળો. તેનાથી આમળા નરમ થશે. હવે આમળા પાણી માંથી બહાર કાઢી લો. આમળા ઠંડા થયા બાદ તેમાંથી બીજ કાઢી લો.

એક કઢાઈમાં થોડુંક પાણી અને ખાંડ ઉમેરી ચાસણી તૈયાર કરો. ખાંડ ઓગળી જાય પછી તેમા એલચીના દાણા, કેસર અને આમળા ઉમેરી પકવો. આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી દો. મિશ્રણ ઠંડુ થયા પછી તેને સ્વચ્છ કાચની બરણીમાં ભરીને રાખી મૂકો.

આ પણ વાંચો | ગોળ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત? આ 3 રીતે શુદ્ધતા ચકાસો, શિયાળામાં દરરોજ કેટલું ગોળ ખાવું જોઇએ? જાણો

આમળાનો મુરબ્બો ભોજન સાથે ખાઇ શકાય છે. સામાન્ય રીતે આમળા મુરબ્બો ખાવાનો શ્રેષ્ઠ સમય સવાર છે. આમળાનો મુરબ્બો ખાવાથી શરીરને પોષણ મળે છે. દરરોજ સવારે નિયમિત સેવન કરવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે અને ત્વચામાં પણ નિખાર આવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ