ઉંમર વધવાની અસર સૌ પ્રથમ શરીર પર જોવા મળે છે. 35 થી 40 વર્ષની ઉંમરે ચહેરાની ચમક અચાનક ઓછી થવા લાગે છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તમારા ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે અને તમે વૃદ્ધ દેખાવા લાગે છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે ઉંમર પહેલા જ વૃદ્ધ દેખાવા લાગે છે, જેના માટે તણાવ અને ખરાબ ભોજન શૈલી જવાબદાર છે. ખાવાની ખરાબ આદતો એટલે મસાલેદાર અને જંક ફૂડનું સેવન ન માત્ર તમારું સ્વાસ્થ્ય બગાડે છે પણ તમને ઉંમર પહેલા વૃદ્ધ પણ બનાવે છે.
લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાવા માટે આહાર મહત્વનો ભાગ ભજવે છે. આહારમાં કેટલાક ડ્રાય ફ્રુટ્સનું સેવન કરવાથી તમે વૃદ્ધ થઈ જાઓ ત્યારે પણ યુવાન અને સુંદર દેખાઈ શકો છો. ત્વચા માટે ડ્રાય ફ્રુટ્સનું સેવન ફેસ ક્રીમ જેવું કામ કરે છે. દરરોજ એક મુઠ્ઠી જેટલાં ડ્રાયફ્રુટ્સ ચહેરાની કરચલીઓ અને ફાઈન લાઈન્સને નિયંત્રિત કરે છે અને ત્વચામાં ચમક લાવે છે.
તમે ડ્રાયફ્રુટ્સનું સેવન કરી શકો છો અથવા સ્કીન પર તેનો ઉપયોગ કરી શકો છો. સ્કીનેને ચમકદાર અને યુવાન રાખવા માટે ઘણા કોસ્મેટિક પ્રોડક્ટોમાં ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો જાણીએ કયા એવા ડ્રાય ફ્રુટ્સ છે જે તમને લાંબા સમય સુધી યુવાન અને સુંદર રાખવામાં મદદરૂપ સાબિત થશે.
અખરોટનું સેવન કરો:

તમે એન્ટી એજિંગ બ્રેકફાસ્ટ તરીકે અખરોટનું સેવન કરી શકો છો. પોષક તત્વોથી ભરપૂર અખરોટમાં પ્રોટીન અને ઓમેગા-3 ભરપૂર પ્રમાણમાં હોય છે જે ત્વચાને તંદુરસ્ત રાખે છે. દરરોજ એક મુઠ્ઠી જેટલા અખરોટ તમારી સ્કીનની સાથે-સાથે હેલ્થને પણ ફાયદો કરે છે. અખરોટ એ એક ઉત્તમ એન્ટી- એજિંગ ફૂડ છે જે ઓમેગા -3 થી સમૃદ્ધ છે. આ ઓમેગા-3 ફેટી એસિડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાની સાથે સાથે હૃદયની બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. દરરોજ બે અખરોટનું સેવન કરવાથી તમે યુવાન અને સ્વસ્થ રહેશો.
બદામ ખાવો:

બદામ સ્કીન અને હેલ્થ બંને માટે ફાયદાકારક છે. વેબએમડીના સમાચાર મુજબ મુઠ્ઠીભર બદામનું સેવન કરવાથી શરીર પર વધતી ઉંમરની અસર ઓછી થાય છે. પોષક તત્વોથી ભરપૂર બદામ હૃદયના રોગો, સ્ટ્રોક, ટાઈપ 2 ડાયાબિટીસ અને ઘણા પ્રકારના કેન્સરને ઘટાડવામાં મદદ કરી શકે છે. બદામનું સેવન કરવાથી તમારી હેલ્થ અને સ્કીન બંનેને ફાયદો થાય છે. બદામ ખાવાથી યાદશક્તિ પણ વધે છે.
અંજીર સ્કીનને યુવાન રાખશે:
સૂકા અંજીરમાં વિટામિન C, B6 અને વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે. આ તમામ પોષક તત્વો સીબુમના ઉત્પાદનને નિયંત્રિત કરવામાં અને ત્વચાને હાઇડ્રેટ કરવામાં અસરકારક સાબિત થાય છે. ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે અંજીર ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને ત્વચાની કરચલીઓ દૂર કરે છે. અંજીરનું સેવન કરવાથી ચહેરા અને ગરદન પર ફાઈન લાઈન્સ જેવા અકાળ વૃદ્ધત્વના ચિહ્નો ઓછા થાય છે.

સૂકા અંજીર કોલેજનના સ્ત્રોતને પણ વધારે છે, જે કરચલીઓ ઘટાડે છે. અંજીરમાં રહેલું વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ ડાર્ક સ્પોટ્સ દૂર કરવામાં અને સ્કીન ટોનને બ્રાઈટ કરવામાં મદદ કરે છે. તમે સૂકા અંજીરને નાસ્તા તરીકે ખાઈ શકો છો. તમે તેનો ફેસ માસ્ક બનાવીને ચહેરા પર પણ લગાવી શકો છો. આ માસ્ક ચહેરાના ભેજને લોક કરશે અને સ્કીન ચમક વધારશે.