પ્રાણાયમ જેવી શ્વાસ લેવાની કસરત ન માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ માનસકિ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. જયારે આ પ્રાણાયમ માત્ર સરળ બ્રેધીંગ એક્સરસાઈઝ લાગે છે પરંતુ તેને યોગ્ય રીતે કરવી ખુબજ જરૂરી છે કારણ કે તે શરીર માટે ખુબજ અસરકારક સાબિત થાય છે.
યોગા ટ્રેનર જુહી કપૂરએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેયર કર્યો હતો, ” તમારું સંપૂર્ણ સ્વાસ્થ્ય સુધારવા શ્વાસ લેવાની ટેક્નિક શીખો અને પ્રેક્ટિસ કરો.”
પ્રાણાયામ જેવી શ્વાસ લેવાની પ્રેક્ટિસ કેવી રીતે મદદ કરે છે?
યોગા ટ્રેનર જુહી કપૂરના જણાવ્યા અનુસાર,પ્રાણાયમ તે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે, ફેફસાની ક્ષમતા સુધારે છે, તણાવનું સ્તર ઘટાડે છે, ચિંતામાં ઘટાડો કરે છે. બોડી ફન્ક્શનિંગમાં મદદ રૂપ થાય છે, હોર્મોનલ સંતુલન સુધારે છે, બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખે છે અને ચયાપચયની ક્રિયા ઝડપથી બનાવે છે, અને આયુષ્ય વધારે છે.
યોગ એક્સપર્ટ અને વેલનેસ કાઉન્સેલર નિષ્ઠા બિજલાનીએ સહમતી આપી અને કહ્યું કે, ” પ્રાણાયમ મનને શાંત કરે છે”. તે સારી ઊંઘ મારે જવાબદાર છે અને વિચારોને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કર છે.” યોગ કોચ પ્રિયંવદાએ કહ્યું કે આ અભ્યાસ સહાનુભૂતિ અને પેરાસીમ્પએથેટિક સિસ્ટમને સંતુલિત કરાવામાં પણ મદદ કરે છે આ ઉપરાંત રક્ત શુદ્ધિકરણમાં સુધારો કરે છે.
મેથડ:
પ્રાણાયમ કરવા માટે આરામદાયક અવસ્થામાં મેટ અથવા ખુરશી પર બેસવું.
સંખમુખી મુદ્રા બનાવવા તમારી 4 આંગળીઓને ફેસની આસપાસ રાખો,બંને આંખો બંધ કરો. એક અંગુઠાથી નાકને પ્રેસ કરો અને બાકીની આંગળીઓ ફેસની આસપાસ ખુલ્લી રાખો.
આંખો બંધ કરો, ઊંડો શ્વાસ લો અને શ્વાસ છોડો. આ પ્રાણાયમ 10 થી 15 વખત કરો.
આ પણ વાંચો: વર્ક આઉટ ન કરવાનો હોય મૂડ તો આ વાંચો, દિશા પટણી બની પ્રેરણારૂપ
અનુલોમ વિલોમ પ્રાણાયામ કરતી વખતે સામાન્ય ભૂલો:
ફક્ત જ્ઞાન મુદ્રા, ડાબા હાથની છેલ્લી આંગળી ડાબા હાથના અંગૂઠાની ટોચને સ્પર્શે, વિષ્ણુ મુદ્રા, માત્ર વીંટી, નાની આંગળી અને અંગૂઠો ખોલીને છેલ્લી અને મધ્ય આંગળીને વાળવી.
કોણી ઉપર અને ઉંચી કરવી.કોણીને આરામદાયક સ્થિતમાં ફ્લોર તરફ ઈશારો કરતી રાખો. જો હાથ દુખે છે, તો બીજા હાથનો ટેકો લો.
ફક્ત પેટની મુવમેન્ટ કરવી.
નાકને ખૂબ સખત દબાવવું.
નાક આંગળીઓથી દબાવવી.
અનુલોમ વિલોમ સાચી રીત કઈ છે?
અંગૂઠો તમારા જમણા નસકોરા પર રાખો. આ નસકોરાને ઢાંકીને, તમારી આંખો બંધ કરો અને તમારા ડાબા નસકોરા દ્વારા સંપૂર્ણ અને ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. એકવાર તમે સંપૂર્ણ રીતે શ્વાસ બહાર કાઢી લો, પછી તમારું જમણું નસકોરાથી છોડો અને તમારી આંગળીને ડાબા નસકોરા પર મૂકો. જમણી બાજુથી ઊંડો અને ધીરે ધીરે શ્વાસ લો. શક્ય એટલા રાઉન્ડ માટે પુનરાવર્તન કરી શકો છો.