વધતા પ્રદુષણ અને અનિયત્રંણ લાઇફસ્ટાઇલના લીધે અસ્થમાના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. ઋતુ બદલાવાની સાથે અસ્થમાના દર્દીઓની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. અહીં જણાવી દઈએ કે અસ્થમા બીમારીમાં શ્વાસની નળીમાં સોજો આવવાથી થાય છે, આ સોજાને લીધે શ્વાસ ખુબજ સવેંદશીલ થઇ જાય છે, તેથી નળી સાંકડી થઇ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એક્સપર્ટ મુજબ છાતીમાં ભારેપણું, સતત શરદી- તાવની સાતેહ છીંક પણ અસ્થમાના લક્ષણ હોઈ શકે છે.
બાબા રામદેવ મુજબબ યોગની મદદથી અસ્થમાને ઠીક કરી શકાય છે. તેઓ કહે છે કે રોજ થોડી વાર માટે યોગ કરવાથી અસ્થમાથી પીડિત દર્દીઓને વિશેષ લાભ મળે છે. આવો, બાબા રામદેવ પાસેથી જાણીએ કે ક્યાં યોગાસન કરવાથી અસ્થમામાં રાહત મળે છે.
આ પણ વાંચો: પ્રેગ્નેન્સી દરમિયાન બેસવાની સાચી રીત કઈ? જાણો એક્સપર્ટ પાસેથી
સુખાસન : બાબા રામદેવ અનુસાર સુખાસન ન માત્ર તમારું મન શાંત કરવામાં મદદ કરે છે પરંતુ આ આસન તમને સંપૂર્ણ રીતે પોતાના શ્વાસ નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. આ તમારા ફેફસા માટે એક સારી કસરત પણ સાબિત થઇ શકે છે, સુખાસન અસ્થમામાં રાહત આપવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: તણાવ ઓછો કરી જિંદગીને સરળ બનાવની ટિપ્સ, જાણો ટ્વિન્કલ ખન્ના પાસેથી
નાડી- શોધન પ્રાણાયમ: બાબા રામદેવ મુજબ આ આસાનની મદદથી અસ્થમા જેવી ગંભીર બીમારીને ઠીક કરી શકાય છે. આ આસાન અસ્થમાની સાથે સાથે બ્રોન્કાઈટિસ જેવી ફેફસાની બીમારીમાં પણ રાહત આપ છે. આ સિવાય આ આસાન શરીરની નાડીઓને પણ શુદ્ધ કરે છે જેથી અસ્થમા રોગમાં રાહત આપવામાં ઘણો મદદ મળે છે. બાબા રામદેવ અનુસાર અસ્થમાથી પીડિત દર્દીઓને રોજ નાડીશોધન પ્રાણાયામ કરવા જોઈએ.