આજની આ ભાગદોડ ભરી જીંદગીમાં ઘણા લોકો વિવિધ બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે. આ ફાસ્ટ લાઇફમાં વ્યક્તિમાં તણાવ ખુબ જ હાઇ હોય છે. તાજેતરના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વર્ષ 1990 બાદ જન્મ થનારા વ્યક્તિઓેને 50 વર્ષની ઉમ્ર પહેલાં કેન્સર થવાનું જોખમ વધે છે. એટલે કે 20થી 30ની વચ્ચે વ્યકિતઓને કેન્સર થવાની સંભાવની વધી જાય છે. આજે આપણે કેન્સર અંગે વાત કરીએ તો કેન્સર એક એવી બીમારી છે જેના વિષે પૂરી માહિતી હોવી અનિવાર્ય છે. ખરેખર તો કેન્સરના ઘણા પ્રકાર છે.
ઘૂમ્રપાન માત્ર ફેફસાના કેન્સર થવા માટે જવાબદાર નથી પરંતુ મો અને ગળાના કેન્સર સહિત 14 અન્ય પ્રકારના કેન્સર છે. સંશોધનમાં માલુમ પડ્યું છે કે, આજના યુગમાં 10માંથી 9 લોકોને 25 વર્ષ પહેલા જ ઘુમ્રપાનની ટેવ પડી ગઇ હોય છે. એવામાં જો તમે કેન્સરથી બચવા માંગતા હોય તો ઘૂમ્રપાન ન કરવું જોઇએ.
હ્યૂમન પેપિલોમાવાયરસ ખરેખર તો 200થી વધુ વિવિધ પ્રકારના વાયરસનો એક સમૂહ છે. જે માનવ શરીરના દૂરના ભાગો પર મસ્સા થવાનું કારણ બને છે. દુનિયામાં સૌથી સામાન્ય બાબત યૌન ટ્રાન્સમિટેડ સંક્રમણ છે. જેના કારણે અલગ અલગ પ્રકારના કેન્સર થઇ શકે છે. જેમાં સર્વાઇકલ, પેનાઇલ, મો તેમજ ગળાના કેન્સરનો સમાવેશ થાય છે. એચપી સંબંધિત કેન્સર ખાસ કરીને યુવા વયસ્કોમાં થાવાને લઇ ચર્ચામાં છે.
વધુ વજનના કારણે પણ કોલન, સ્તન તેમજ ગર્ભાશય જેવા 13 અલગ અલગ કેન્સર થવાનો ખતરો વધી જાય છે. વધુ વજન ધરાવનાર લોકો માટે વજનને નિયંત્રણમાં લાવવો અત્યંત જરૂરી છે. આ સાથે સ્વસ્થ શરીર હોવુ ખુબ જ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, આજના આ આધુનિક યુગમાં લોકોને દારૂ પીવાની આદત પડી ગઇ છે. જેના કારણે કેન્સર થવાનું જોખમ રહે છે. એવા સંજોગોમાં જો તમને દારૂ પીવાની આદત હોય તો તમારે એ આદત છોડવા માટે પ્રયત્નો હાથ ધરવા જોઇએ.
ડૉક્ટર કેન્સરના પ્રકાર, સ્થાન અથવા તબક્કાના આધારે સારવારનો વિકલ્પ નક્કી કરી શકે છે. સામાન્ય રીતે, કેન્સરની સારવારમાં મુખ્યત્વે સર્જરી, કીમોથેરાપી, રેડિયેશન, હોર્મોન થેરાપી, ઇમ્યુનોથેરાપી અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશનનો સમાવેશ થાય છે.