lifestyle : દરેક ભારતીયના ઘરમાં દરરોજ દૂધ પીવામાં આવે છે. જોકે ક્યારેક દૂધને ગરમ કરતી વખતે તે ફાટી જાય છે, જેના કારણે લોકોને તેને ફેંકી દેવાની ફરજ પડે છે. એટલું જ નહીં ઘણી વખત દૂધ એક દિવસ પણ નથી ચાલતું. તેને યોગ્ય રીતે ગરમ કરીને યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે તો પણ તે બગડી જાય છે. જો તમને પણ વારંવાર આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો અહીં તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.
અહીં અમે તમને એક ખાસ ટ્રીક જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે દૂધને ફાટવાથી બચાવીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. આ કમાલની ટ્રિક માસ્ટર શેફ પંકજ ભદૌરિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
દૂધની શેલ્ફ લાઇફ કેવી રીતે વધારવી?
શેફ પંકજ ભદૌરિયાના જણાવ્યા અનુસાર દૂધને ફાટવાથી બચાવવા માટે તમારે માત્ર એક જ વસ્તુની જરૂર પડશે. માસ્ટર શેફ આ માટે દૂધમાં ચપટી બેકિંગ સોડા નાખવાની ભલામણ કરે છે.
પંકજ ભદૌરીયાના જણાવ્યા મુજબ દૂધ ગરમ કરતી વખતે તેમાં ચપટી બેકિંગ સોડા એટલે કે ખાવાના મીઠા સોડા નાખીને સારી રીતે હલાવો. આ પછી દૂધને ઠંડુ કરો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો. આ પદ્ધતિ અપનાવવાથી તમારું દૂધ ઝડપથી ફાટી જશે નહીં અને તે સંપૂર્ણપણે સુરક્ષિત પણ છે.
આ પણ વાંચો – દૂધ ઉકાળવા માટે શ્રેષ્ઠ વાસણ ક્યું? જાણો કયા ગ્લાસમાં દૂધ પીવું જોઈએ?
બેકિંગ સોડા કેવી રીતે મદદ કરે છે?
આ સવાલનો જવાબ આપતાં પંકજ ભદૌરિયા જણાવે છે કે એસિડને કારણે દૂધ બગડે છે. દૂધનું પીએચ હળવું એસિડિક હોય છે પરંતુ દૂધમાં રહેલા બેક્ટેરિયા લૈક્ટિક એસિડ બનાવીને તેને દહીંમાં ફેરવી દે છે, જે વધુ એસિડિક હોય છે. આવામાં જ્યારે તમે દૂધમાં બેકિંગ સોડા ઉમેરો છો ત્યારે તેના ક્ષારીય ગુણ બેક્ટેરિયા દ્વારા નિર્મિત એસિડને બેએસર કરી દે છે, જેનાથી દૂધ થોડું ક્ષારીય થઇ જાય છે અને તેનું પીએચ વધી જાય છે. આ રીતે દૂધ જલદી ખરાબ થવાથી બચી જાય છે.
પંકજ ભદૌરિયાના જણાવ્યા મુજબ દૂધની શેલ્ફ લાઇફ વધારવા માટે ગોવાળ પણ આ ટ્રીકનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં તમે દૂધને ફાટવાથી બચાવવા માટે આ ટ્રીકને અજમાવી શકો છો.
ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા કે સવાલ માટે ડોક્ટરની સલાહ લો.





