Banana Chips Recipe: સાંજનો નાસ્તો આખા દિવસનો થાક દૂર કરે છે અને શરીરને ફરીથી ઉર્જાથી ભરી દે છે. સાથે જ ઘણા લોકો આ સમયે લાઇટ અને ટેસ્ટી સ્નેક્સ ખાય છે. મોટાભાગના લોકો સમોસા, પકોડા, સેન્ડવિચ કે ફળ ખાવાનું પસંદ કરે છે. સાથે જ કેટલાક લોકોને ચા સાથે કંઇક ક્રિસ્પી ખાવાનું પસંદ હોય છે.
જો તમે પણ સાંજના સમયે નાસ્તામાં કંઇક અલગ અને નવું ટ્રાય કરવા માંગો છો તો તમે સાઉથ ઇન્ડિયન ફ્લેવર સાથે કેળાની ચિપ્સ ખાઇ શકો છો. આ નાસ્તો દક્ષિણ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. તમે તમારા ઘરે કેળાની ક્રન્ચી ચિપ્સ સરળતાથી તૈયાર કરી શકો છો. અહીં અમે તમને જણાવીશું કે તેને બનાવવાની રીત, જેને તમે સરળતાથી તૈયાર કરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.
કયું કેળું બેસ્ટ હોય છે?
કેળાની ચિપ્સ બનાવવા માટે પાકા કેળાનો ઉપયોગ ન કરો. આ માટે કાચા અને કઠણ કેળા વધુ સારા છે. સાથે જ પીળા અને વધુ પડતા પાકેલા કેળાનો સ્વાદ સારો નથી આવતો અને તે તળતી વખતે વધુ તેલ પણ શોષી લે છે.
કેળાની વેફર બનાવવા માટેની સામગ્રી
કાચા કેળા, નારિયેળ તેલ, હળદરનો પાઉડર, મીઠું, પાણી.
કેળાની વેફર બનાવવાની રીત, સ્ટેપ 1
કેળાની ચિપ્સ તૈયાર કરવા માટે, સૌ પ્રથમ કાચા કેળાની છાલ કાઢો. હવે તેને પાતળા ગોળાકાર આકારમાં કાપી લો. એક કઢાઇમાં તેલ ગરમ કરો. દક્ષિણ જેવો સ્વાદ જોઇતો હોય તો નારિયેળ તેલ એક સારો ઓપ્શન છે. જો તમારી પાસે નાળિયેર તેલ ન હોય, તો તમે તેના બદલે રિફાઇન્ડ તેલનો ઉપયોગ પણ કરી શકો છો.
આ પણ વાંચો – એલ્યુમિનિયમના વાસણમાં ખાવાનું બનાવવું સ્વાસ્થ્ય માટે સારું કે ખરાબ? એક્સપર્ટ પાસેથી જાણો હકીકત
સ્ટેપ 2
હવે એક નાના બાઉલમાં પાણી ઉમેરી તેમાં હળદર પાવડર અને મીઠું મિક્સ કરી ખીરું તૈયાર કરો. તેલ ગરમ થાય એટલે કેળાના ટુકડા ઉમેરો. સ્લાઇસ નાખ્યા પછી તેની પર હળદર-મીઠાનું પાણી હળવેથી છાંટી લો. આનાથી ચિપ્સનો સ્વાદ અને રંગ બંનેમાં વધારો થશે. ચિપ્સ થોડા જ સમયમાં સોનેરી અને ક્રન્ચી થઈ જશે. હવે તેને બહાર કાઢીને ટીશ્યુ પેપર પર મૂકી દો, જેથી વધારાનું તેલ નીકળી જાય. તમે તેને લાંબા સમય સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો.