Beetroot Halwa Recipe: બીટ કાચું ખાવું નથી ભાવતું, તો આ રીતે બનાવો બીટ હલવો, હેલ્થ અને ટેસ્ટમાં બેસ્ટ

Bit No Halwa Recipe In Gujarati : બીટ હલવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. બીટરૂટ હલવો ઓછી સામગ્રીમાં સરળતાથી બની જાય છે. બીટમાં આયર્ન, ફાઇબર, વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે, જે સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે.

Written by Ajay Saroya
November 16, 2025 11:41 IST
Beetroot Halwa Recipe: બીટ કાચું ખાવું નથી ભાવતું, તો આ રીતે બનાવો બીટ હલવો, હેલ્થ અને ટેસ્ટમાં બેસ્ટ
Beetroot Halwa Recipe : બીટ હલવો બનાવવાની રીત. (Photo: Social Media)

How To Make Beetroot Halwa Recipe At Home In Gujarati : બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે આયર્ન, ફાઇબર, વિટામિન સી અને એન્ટીઓકિસડન્ટોથી ભરપૂર છે. ઘણા લોકો બીટરૂટનું સેવન જ્યુસ અથવા કચુંબર બનાવીને કરે છે. જો કે, તેમાથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બીટ હલવો પણ બનાવી શકાય છે. અહીં અમે તમારા માટે એક રેસીપી લાવીએ છીએ, જેની મદદથી તમે ઓછા સમયમાં બીટરૂટ હલવો બનાવી શકો છો.

બીટ હલવો બનાવવા માટે સામગ્રી

  • બીટ – 2 નંગ મધ્યમ કદના
  • દૂધ – 2 કપ
  • ઘી – 2 ચમચી
  • ખાંડ – અડધો કપ
  • એલચી પાઉડર – અડધી ચમચી
  • બદામ
  • કિસમિસ

How To Make Beetroot Halwa Recipe At Home : ઘરે બીટ હલવો કેવી રીતે બનાવવો?

બીટ હલવો બનાવવા માટે સૌ પ્રથમ મધ્યમ કદના બીટ સારી રીતે પાણીમાં ધોઈ લો. બીટની છાલ ઉતારી તેને છીણીને બાજુમાં રાખી મૂકો. હવે એક કઢાઇમાં બે ચમચી ઘી ગરમ કરો. જ્યારે ઘી ગરમ થઈ જાય, ત્યારે તેમા છીણેલા બીટ મધ્યમ તાપ પર 7 થી 8 મિનિટ સુધી સાંતળી લો. તેનાથી બીટની કાચી ગંધ દૂર થશે.

હવે તેમાં બે કપ દૂધ ઉમેરો અને બીટને સારી રીતે પકવવા દો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે સ્વાદ અનુસાર અડધો કપ ખાંડ અથવા ગોળ ઉમેરો. ગોળ હલવાનો સ્વાદ અને પોષક મૂલ્ય બંનેમાં વધારો કરે છે. ખાંડ અથવા ગોળ પીગળ્યા પછી, હલવામાં અડધી ચમચી એલચી પાવડર ઉમેરો.

આ પણ વાંચો | ઉંધીયાને ટક્કર આપે તેવું દાણા મુઠીયાનું શાક બનાવવાની રીત

એક કઢાઇમાં થોડું ઘી ગરમ કરી તેમાં બદામ, કાજુ અને કિસમિસને સહેજ સાંતળી લો. હવે તેને હલવામાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. જ્યારે હલવા માંથી છોડવા લાગે અને રંગ ઘેરો થઈ જાય, ત્યારે તેને ગેસ બંધ કરી દો. આ રીતે બીટ હલવો સરળતાથી તૈયાર થઈ જશે. તમે તેને ગરમ અથવા ઠંડો પણ ખાઈ શકો છો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ